________________
સામાનિક દેવાની સાથે તથા સપરિવાર ચાર મહત્તરિકાની સાથે બેઠી હતી. તે શ્રીદેવી બહુપુત્રિકા દેવીની પેઠે ભગવાનના દર્શન માટે આવી અને નાટવિવિધ દેખાડી પાછી ચાલી ગઈ. અહુપુત્રિકાથી વિશેષ માત્ર એ હતું કે આણે કુમાર કુમારિઓને વૈવિયિક શક્તિથી ઉત્પન્ન કર્યો નહાતા.
ગૌતમે પૂછ્યું:~-હે ભદન્ત ! આ શ્રીદેવી પૂજન્મમાં કાણુ હતી ? ભગવાને કહ્યું:--હે ગૌતમ ! તે કાળ તે સમયે રાજગૃહ નામનું નગર હતું. તે નગરમાં ગુશિલક નામનું ચૈત્ય હતું. તે નગરના રાજાનું નામ જિતશત્રુ હતું. તે રાજગૃહ નગરમાં સુદર્શન નામના ગાથાપતિ રહેતા હતા જે ધનધાન્ય આઢિથી સંપન્ન હતા. તે ગાથાપતિની પત્નીનું નામ પ્રિયા હતું, જે અત્યંત સુકુમાર હતી. તે સુદર્શન ગાથાપતિની પુત્રી તથા પ્રિયા ગાથાપત્નીની આત્મજા ( દીકરી ) નું નામ ભૂતા હતુ` કે જે વૃદ્ધા અને વૃદ્ધકુમારી ( વધારે વયવાળી કન્યા) તથા છો અને જીર્ણ કુમારી હતી, એટલે કે શિથિલ નિતંબ અને સ્તનવાળી તથા અવિવાહિત હતી. તે કાળ તે સમયે ત્યાં પુરૂષાદાનીય ( પુરૂષામાં શ્રેષ્ઠ ) નવહાથની અવગાહનાવાળા અર્હત્ પાર્શ્વ પ્રભુ તે નગરીમાં પધાર્યા. ભગવાનનાં દર્શન કરવા માટે પરિષદ્ પાતપાતાનાં ઘરમાંથી નીકળી. ત્યાર પછી તે ભૂતા દારિકા ભગવાન પાર્શ્વ પ્રભુના આવવાનું વૃત્તાન્ત સાંભળીને હૃષ્ટ તુષ્ટ હૃદયથી માતાપિતાની પાસે આવી અને તેમને આ પ્રકારે કહ્યું:-મ્હે માતાપિતા ! પુરૂષાદાનીય ભગવાન પાર્શ્વ પ્રભુ તી કર પર પરાથી વિચરતા દેવગણાથી પરિવૃત આ રાજગૃહ નગરમાં પધાર્યા છે. આ માટે મારી ઈચ્છા છે કે પુરૂષાદાનીયતે પ્રભુની ચરણ વન્દનાને માટે જાઉં. પુત્રીની એવી ઇચ્છા જાણીને તેઓએ કહ્યું:--જાએ દીકરી ! જે પ્રકારે તમને સુખ થાય તેમ કરી. કાઇ પ્રકારના પ્રમાદ ન કરો.
ત્યાર પછી તે ભૂતા દારિકા સ્નાન કરી ખધા પ્રકારના અલકારા (ઘરેણાં)થી વિભૂષિત થઇ દાસીએથી પરિવષ્ટિત ( ઘેરાયેલી ) થઈને પેાતાના ઘેરથી નીકળી
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૨૭