________________
ત્યાર પછી અસાધુઓના દર્શનથી તમે આ ધર્મને પરિત્યાગ કર્યો. પછી એક સમય મધ્યરાત્રિમાં કુટુંબ જાગરણ કરતાં કરતાં તમારા મનમાં એ વિચાર ઉત્પન્ન થયે કે, “ગંગાને કાંઠે તપસ્યા કરવાવાળા જુદા જુદા પ્રકારના વાનપ્રસ્થ તાપસ છે. તે તાપસમાં જે દિશાક્ષક તાપસ છે તેની પાસે, લોઢાની કડાઈઓ કડછી તથા તાંબાનાં તાપસપાત્ર બનાવરાવી તે લઈને જાઉં અને દિશા પ્રેક્ષક તાપસ બનું.” વગેરે સમિલ બ્રાહ્મણના મનમાં પૂર્વ ચિંતન કરેલા જે વિચારો હતા તે દેવતાએ તેને કહ્યા. ફરી તેણે કહ્યું કે ત્યાર બાદ તમે દિશા પ્રેક્ષક તાપસની પાસે દીક્ષા લીધી અને અભિગ્રહ લીધે ત્યારથી જ્યાં અશોક વૃક્ષ હતું ત્યાં આવ્યા અને ત્યાં કાવડ રાખી તમે તમારા સર્વે કર્મો કર્યા. પછી મારા દ્વારા પ્રતિબંધિત કરાયા છતાં પણ તમે તે ઉપર ધ્યાન ન આપ્યું અને મૌન રહ્યા. આ પ્રકારે મેં ચાર દિવસ સુધી તમને સમજાવ્યા પણ તમે ધ્યાન ન આપ્યું. બાદ આજે પાંચ દિવસ ચેથા પહેરમાં અહી ઉદુઅર વૃક્ષની નીચે તમે તમારી કાવડ સખી બેસવાની જગ્યાને સાફ કરી પછી તે લીપી અને સન્માર્જન કર્યું અને કાષ્ટમુદ્રાથી પિતાનું મોટું બાંધી મૌન થઈ બેઠા છે. હે દેવાનુપ્રિય ! આ પ્રકારની તમારી આ પ્રવજ્યા દુuત્રજ્યા છે.
ત્યાર બાદ સેમિલે કહ્યું–હે દેવાનુપ્રિય ! તે હવે આપ જ બતાવે કે હું કેવી રીતે સુપ્રત્રજિત બનું ? ત્યાર પછી તે દેવતાએ સોમિલ બ્રાહ્મણને આ પ્રકારે કહ્યું–હે દેવાનુપ્રિય જો તમે હમણાં અગાઉ ગ્રહણ કરેલાં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતને પોતાની મેળે સ્વીકાર કરીને વિચરણ કરે તે આ તમારી પ્રત્રજ્યા સુપ્રત્રજયા થઈ જાય. ત્યાર પછી તે દેવ મિલ બ્રાહ્મણને વંદન અને નમસ્કાર કરે છે. પછી જે દિશામાંથી તે પ્રાદુર્ભત થયું હતું તેજ દિશામાં અંતહિત થઈ ગયે.
તે દેવ અહિત થઈ ગયા પછી તેના સ્થન અનુસાર તે સોમિલ બ્રાહ્મણ ઋષિએ અગાઉ સ્વીકારેલાં પાંચ અણુવ્રત અને સાત શિઝાવત પિતાની જાતે સ્વીકારી વિચરણ કરે છે પછી તે સોમિલ ઘણાં ચતુર્થ ષષ્ઠ અષ્ટમથી માંડી ચાવતું
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૦૨