________________
માસાઈ તથા માસક્ષણપરૂપ વિચિત્રતા ઉપધાનેથી પોતાના આત્માને ભાવિત કરતા ઘણા વર્ષો સુધી શ્રમણોપાસક (શ્રાવક) પર્યાયનું પાલન કરે છે. અંતમાં અર્ધ માસિક સંલેખના દ્વારા આત્માને ભાવિત કરી તથા ત્રીસ લકત (આહાર) નું અનશનથી છેદિત કરી તે પૂર્વકૃત પાપસ્થાનની આલેચના અને પ્રતિક્રમણ નહીં કરતા સમ્યકત્વને વિરાધિત કરી કાલમાસમાં કોલ કરીને શુક્રવતંસક વિમાનમાં ઉપપાત સભાની અંદર દેવશયનીય શય્યામાં જે પ્રમાણની અવગાહનાથી જ્યોતિષ દેવોની ઉત્પત્તિ થાય છે તે પ્રમાણવાલી અવગાહના અર્થ-જઘન્ય-અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ સાત હાથ પરિમાણવાળી અવગાહનાથી શુકમહાગ્રહપણામાં ઉત્પન્ન થયા. પછી તે શુકમહાગ્રહ ઉત્પન્ન થઈ ભાષાપર્યાપ્તિ મન:પર્યાપ્તિ આદિ પાંચ પ્રકારની પર્યાપ્તિથી પર્યાપ્તિ ભાવને પ્રાપ્ત થયા.
હે ગૌતમ ! શકમહાગ્રહ આ કારણથી પિતાની આવી દેવ ઋદ્ધિઓ પ્રાપ્ત કરી છે. શુકમહાગ્રહની સ્થિતિ એક પામની છે.
ગૌતમ સ્વામિ પૂછે છે –
હે ભદન્ત ! તે ક્રમહાગ્રહ આયુભવ સ્થિતિશય થતાં તે દેવલોથી ચ્ચવીને કયાં જશે ?
હે ગૌતમ ! આ શુક્રમહાગ્રહ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે. સુધર્મા સ્વામી કહે છે –
આ પ્રકારે છે જખ્ખ ! શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ પુષ્પિતાના ત્રીજા અધ્યયનમાં આ ભાવનું નિરૂપણ કર્યું છે. (૭).
પુપિતાનું તૃતીય અધ્યયન સમાપ્ત.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૦૩