________________
પછી તે સમિલ બ્રાહ્મણ ત્રીજે દિવસે ચેથા પહોરમાં જ્યાં અશોક વૃક્ષ હતું ત્યાં આવી કાવડ મૂકીને બેસવા માટે વેદી બનાવે છે. પહેલાંની પ્રમાણે બધાં કર્મો કરી કાણમુદ્રાથી મોટું બાંધી પછી મૌન થઈ બેસી જાય છે. ત્યાર પછી મધ્યરાત્રિમાં તે સેમિલ બ્રાહ્મણની પાસે એક દેવ પ્રગટ થયે અને વળી તેણે તેજ પ્રકારે કહ્યું અને પછી ચાલ્યા ગયે. ત્યાર પછી સૂર્યોદય થતાં વલ્કલવસ્ત્ર ધારી તે મિલ બ્રાહ્મણ પિતાની કાવડ ઉપાડે છે અને કામુદ્રાથી પિતાનું મોટું બંધે છે. અને પછી ઉત્તર દિશામાં ઉત્તરાભિમુખ થઈને ચાલવા માંડે છે.
ત્યાર પછી તે સોમિલ બ્રાહ્મણ ચોથે દિવસે ચોથા પહેરમાં જ્યાં વડનું વૃક્ષ હતું ત્યાં આવ્યું અને તે વડના ઝાડની નીચે પોતાની કાવડ રાખી. પછી બેસવાની વેદી બનાવી તે છાણ માટીથી લીંપી અને સાફ કરી. પછી મન થઈને બેઠે. ત્યાર પછી મધ્યરાત્રિને વખતે તે સમિલ બ્રાહ્મણની પાસે એક દેવ પ્રગટ થયો અને તેણે એમજ અગાઉ પ્રમાણે કર્યું અને અંતર્ધાન થઈ ગયે.
ત્યાર પછી તે સોમિલ પાંચમા દિવસે ચોથા પહોરે જ્યાં ઉદુમ્બર (ઉંબરે)નું વૃક્ષ હતું ત્યાં આવે છે. અને તે ઉદુમ્બર વૃક્ષની નીચે પોતાની કાવડ રાખી વેદી બનાવે છે. પહેલાંની માફક બધાં કૃત્ય કરી પછી કાણમુદ્રાથી મેટું બાંધી મૌન રહે છે. ત્યાર પછી મધ્યરાત્રિમાં તે સોમિલ બ્રાહ્મણની પાસે એક દેવ પ્રગટ થયે અને આ પ્રકારે કહ્યું –હે સોમિલ પ્રવ્રજિત ! તારી આ પ્રવ્રજ્યા દુપ્રત્રજ્યા છે. આ પ્રકારની પહેલીવારની વાણું તે દેવતાને મુખેથી સાંભળી તે સેમિલ મૌન રહે છે. પછી તે દેવ બીજીવાર, ત્રીજીવાર પણ સોમિલને તે જ પ્રકારે કહે છે. સમિલે તે દેવતાની વાણી સાંભળી આ પ્રકારે કહ્યું –
હે દેવાનુપ્રિય ! મારી પ્રત્રજ્યા દુષ્પવ્રજ્યા કેમ છે? સોમિલના આ પ્રકારે પુછવાથી તે દેવતા આ પ્રકારે કહેવા લાગ્ય
હે દેવાનુપ્રિય ! તમે મુમુક્ષુજનેથી સેવાતા પાર્શ્વ અઈતની પાસે પાંચ આ વ્રત, સાત શિક્ષા વ્રત એમ કુલ મળીબાર વત ૧૫ શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૦૧