________________
વસ્ત્ર ધારી કાવડમાં પેાતાનાં ભડાપકરણ લઇ તથા કાષ્ટ મુદ્રાથી માઢાને આંધી ઉત્તર દિશામાં ઉત્તરાભિમુખ થઈને મહાપ્રસ્થાન ( મરણને માટે જવું) કરૂં.
તે સેામિલ બ્રાહ્મણ ઋષિ આવેા વિચાર કરે છે અને સૂર્યોદય થતાં પેાતાના વિચાર પ્રમાણે બધા દૃષ્ટ ભ્રષ્ટ આદિ સમાન તાપસ પર્યાયર્તિને પૂછીને તથા આશ્રમમાં રહેનારા અનેક સેંકડા પ્રાણિઓને સંતુષ્ટ કરી કામુદ્રા વડે પેાતાનું માતુ મધે છે. અને એવા અભિગ્રહ ( પ્રતિજ્ઞા ) લે છે કે—‘ જ્યાં જ્યાં પણ તે જલ હાય કે સ્થલ હાય કે દુર્ગ ( વિકટ સ્થાન ) હાય, નીચા પ્રદેશ હોય કે પત હાય, વિષમ ભૂમિ હાય કે ખાડા હોય કે ગુફા હાય એ ખધામાંથી ગમે તે હાય ત્યાં પ્રસ્ખલિત થાઉં કે પડી જાઉં તે મારે ત્યાંથી ઉઠવું નહિ કલ્પે એમ વિચારી એવા અભિગ્રહ લે છે અને ઉત્તર દિશા તરફ્ મહાપ્રસ્થાન માટે પ્રસ્થિત થાય છે. પછી તે સામિલ બ્રાહ્મણ ઋષિ અપરાઠું મલ (દિવસના ત્રીજાપ્રહર) માં જ્યાં સુંદર અશેાક વૃક્ષ હતું ત્યાં આવ્યો અને તે અશેક વૃક્ષની નીચે પોતાની કાવડ રાખી. અનન્તર વેદિ-બેસવાની જગ્યાને સાફ કરી, તે સાફ કરીને જ્યાં ગગા મહાનદી હતી ત્યાં આન્યા. અને શિવરાજ ઋષિની પેઠે તે ગંગા મહાનદીમાં સ્નાન આદિ કર્મ કરી ત્યાંથી ઉપર આવ્યે તથા જ્યાં અશાક વૃક્ષ હતુ ત્યાં આવીને—દ, કુશ તથા રેતીથી યજ્ઞ વેદીની રચના કરી. યજ્ઞ વેદીની રચના કરીને શરક તથા અરણીથી અગ્નિને પ્રજવલિત કરીને પછી અલિ-વૈશ્વદેવ (નિત્ય ચજ્ઞ) કરે છે અને કાષ્ઠ મુદ્રાથી સુખ ખાંધે છે. અને મૌન ધારણ કરી એસી જાય છે. (૬).
શ્રી નિરયાવલિકા સૂત્ર
૯૯