SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આકાશમાં વિશ્રાન્ત છે, તેમજ આ અણુ પરિમણ પણ તરતમ શદ વા હેવાથી પરમા શુમાં વિશ્રાત છે જે આમ ન હોય તે વસ્તુમાં મહત્તા થઈ શકે જ નહીં, મહત્તાના સ ભાવથી આ વાત પણ માનવી પડશે કે કેઈ ને કોઈ સ્થાને અણુ પરમાણુ પણ છે જ કેમકે અણુ અને મહતુ એ બને પરસ્પર સાપેક્ષ છે. એથી દ્વિચણકાદિ ચણકાદિ રૂપ પરિણામ પરસ્પરમાં ભિન્ન છે. એવું માનવું જોઈએ. જ્યારે દ્યણુકની સત્તા સિદ્ધ થઈ જાય છે તે આ દ્રશ્યણુક જેનાથી નિષ્પન્ન થાય છે એવો પૂર્વવતિ નિરશ પરમનિકૃષ્ટ પરમાણુ પણ સિદ્ધ થઈ જાય છે. જે અણુ મહત્તવાદિરૂપથી પરિમાણે ભેદ માનવામાં આવે નહીં તે સર્ષ અને સુમેરુમાંતુલ્યપરિણામતા આવવાને સમય ઉપસ્થિત થશે પરંતુ આમ તે બન તું જ નથી, એથી પરમાણુ છે આમ સિદ્ધ થઈ જાય છે. શંકા-પરમાણુની સિદ્ધિ ભલે થાય અને એ વાત પણ માન્ય થઈ જાય કે તે ચક્ષુરાદિક ઈન્ડિયાનો વિષય નથી, પરંતુ આ વાત ઠીક નથી કે આ અનંત પરમાણુઓથી ચક્ષુરાદિ ઈનિદ્રા દ્વારા ગ્રહણ કરવામાં નહી આવેલ શસ્ત્ર આદિક દ્વારા જે છેદન-ભેદન રૂપ ક્રિયાને વિષય થઈ શકે નહીં તે એક વ્યાવહારિક પરમાણુ નિષ્પન્ન થાય છે. તે આને જવાબ આ પ્રમાણે છે કે પુગલ પરિણામ સૂક્ષ્મ અને બાદરના ભેદથી બે પ્રકારનું થાય છે. એમાં જે પુદગલ સૂક્ષમ પરિણામવાળા હોય છે તેમાં ઈન્દ્રિય ગ્રાહ્યત્વ અગુરુલઘુ પર્યાયવત્વ, તેમજ શસ્ત્રાદિ વડે અ છેવત્વ વગેરે ધર્મો હોય જ છે. આ સંબંધમાં તે વિશેષ કહેવાજેવું કંઈ નથી. આગમમાં પણ એવું જ કહેવામાં આવ્યું છે તેમજ સાંભળવામાં આવ્યું છે કે પુદગલનું સૂફમ પરિણામ અને અસૂક્ષમ પરિણામ હોય છે દ્વિદેશિક ઔધ એક આકાશ પ્રદેશ માં પણ સમાવિષ્ટ થઈ જાય છે અને બે પ્રદેશમાં પણ સમાવિષ્ટ થઈ જાય છે. એ જે ભેદ છે, તે તે તેના સંકોચ અને વિકાશ તે લઈને જ થાય છે. જ્યારે દ્વિપ્રદેશી સ્કંદ સંકુચિત થાય છે, તે તે એક આકાશ પ્રદેશમાં સમાવિષ્ટ થઈ જાય છે અને જ્યારે તે વિસ્તારવાળો હોય છે તે તે બે પ્રદેશમાં સમાવિષ્ટ થઈ જાય છે. સંકેચ અને વિસ્તાર એ પુદગલોને સ્વભાવ છે જ્યારે કપાસ પિંડાવસ્થામાં હોય છે તો તે આકાશ પ્રદેશને આટલે ઘેરતો નથી કે જેટલે તે અપિંડાવસ્થામાં ઘેરે છે આ પ્રમાણે એક મણ કપાસના જેટલા પ્રદેશ ફેલાએલા દેખાય છે. તેટલાજ તે પ્રદેશે લોખંડ માં સંકુચિત દેખાય છે આ રીતે પુદગલેમાં પરિણામ કૃત ભેદ લક્ષિત હોય છે. એથી આ સંબંધમાં શંકા જેવી કઈ વાત નથી, “वावहारिय परमाणूणं समुदयसमिइ समागमेण सा एगा उस्साहसाहिआइ वा सण्हिसण्हि आइ वा उद्धरेणूई वा तसरेण्इ वा रहरेणूई वा वालग्गेइइ वा लिक्खाइवा जूआइ वा" અનંત પરમાણુ એના સંયોગથી જે પરિણામમાત્રા થાય છે તેનું નામ ઉછણક્ષણિકા છે આ ઉચછણક્ષણિકાઓની એક લક્ષણ લક્ષિણકા હોય છે. આ પ્રમાણે ઉત્સધાંગુલ સુધી કથન જાણવું જોઈએ. એ સર્વે પ્રમાણ વિશેષ છે, એ સર્વે પહેલા જેટલાં આવી ગયા છે તે બધાથી ગુણિત થાય છે. અને દરેકે દરેક અનંત અનંત પુલ પરમાણુઓવાલા હોય છે આઠ ફ્લક્ષણક્ષિણકાઓને એક ઉધ્વરેણું હોય છે. ઉર્વી શબ્દ અહીં ઉપલક્ષણરૂપ છે. એનાથી અધોગામી રેણુ અને તિર્યંગામી રેણુનું પણ ગ્રહણ થયું છે. આ પ્રમાણે જે રેણું જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૫૩
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy