________________
૦૦૦૦૦૦. આ રીતે કટિકોટિમાં બેલાખ સડસઠહજાર નવસો થાય છે. આટલા લવણ સમુદ્રમાં તારાગણ કટિકટિ હોય છે. આ પ્રમાણેની નક્ષત્રાદિની સંખ્યા પહેલાં કહેલ છે. આ પ્રમાણે બધા દ્વીપસમુદ્રોમાં નક્ષત્રાદિની સંખ્યાનું પ્રમાણ ભાવિત કરી લેવું. ૩૪
बोहिया तु माणुसनगरस, चंदसूराणऽवट्ठिया जोहा ।
चंदा अभीई जुत्ता, सूग पुणहुति पुस्सेहिं ॥३५॥ માનુષેત્તર પર્વતની બહાર ચંદ્ર સૂર્યને પ્રકાશ અવસ્થિત રહે છે, અર્થાત્ એકરૂપ પ્રતિભાસિત થતું રહે છે. અહીં આ પ્રમાણે કહેવામાં આવે છે. ત્યાં મનુષ્યલકની માફક અતુઓની વ્યવસ્થા હેતી નથી. સૂર્ય સદાકાળ અનતિ ઉષ્ણ તેજવાળ હોય છે. મનુષ્ય લેકની સમાન કદાપિ તેજની ક્ષય વૃદ્ધિ થતી નથી ચંદ્રમાં પણ સર્વદા અનતિશીત લેશ્યાવાળો હોય છેમનુષ્યલોકમાં શિશિર કાળની જેમ અત્યંત શીત તેજવાળે તે નથી તથા મનુષ્ય ક્ષેત્રની બહાર બધા ચંદ્ર સર્વદા અભિજીત નક્ષત્રની સાથે યુક્ત રહે છે. તથા સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે વર્તમાન રહે છે. કારણ કે ત્યાં એક રૂપ વાતાવરણ હોય છે. અને અતિ દૂર હોવાથી આ પ્રમાણે થાય છે. ૩૫
च'दाओ सूरस्स य सूराओ चदस्स अतरं होई ।
पण्णाससहस्साई तु जोयणाण अणूगाइं ॥३६॥ મનુષ્ય ક્ષેત્રની બહાર ચંદ્રથી સૂર્યનું અંતર તથા સૂર્યથી ચંદ્રનું અંતર પુરેપુરું પચાસહજાર જન ૫૦૦૦૦ હોય છે. આ પ્રમાણે ચંદ્ર સૂર્યનું પરસ્પરનું અંતર રહે છે. ૩૬
હવે એક ચંદ્રથી બીજા ચંદ્રનું તથા એક સૂર્યથી બીજા સૂર્યનું પરસ્પરના અંત રનું કથન કરવામાં આવે છે.
सूरस्स सूरस्स य, ससिणो य ससिणो य, अंतर होइ । बाहिंतु माणुसनगस्स जोयणाण सयसहस्स ॥३७॥
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૫૯
Go To INDEX