________________
તો ૪૨+ =૧૨૬ એકસો છવ્વીસ થાય છે. તેની પહેલાના અઢાર હોય છે. જેમકે-બે જંબુદ્વીપના, ચાર લવણ સમુદ્રના અને બાર ધાતકીખંડના ૨+૪+૧૩=૧૮ આ પહેલાંના ચંદ્રની સાથે એક છવ્વીસને મેળવે તે ૧૨૬+૧૮=૧૪૪ એક ચુંમાલીસ થાય છે. આટલા ચંદ્ર પુષ્કરદ્વીપમાં હોય છે, તથા સૂર્ય પણ એટલા જ હોય છે. આજ પ્રમાણે બધાજ દ્વીપ સમુદ્રમાં આ કરણવશાત્ ચંદ્ર સૂર્યની સંખ્યાનું પ્રતિપાદન કરી લેવું ૩૩
હવે દરેક દ્વીપ અને દરેક સમુદ્રમાં ગ્રહનક્ષત્ર અને તારાઓની સંખ્યાના જ્ઞાનને ઉપાય કહે છે.
रिक्खग्गह तारगह तारग्ग दीवसमुद्दो जहिच्छसी णातु ।
तस्ससीहिं तग्गुणिय रिक्खग्गह तारगग्गंतु ॥३४॥ અહીં અગ્નશબ્દ પરિમાણ વાચી છે. તેથી જે દ્વીપ સમુદ્રમાં નક્ષત્ર પરિમાણ, ગ્રહ પરિમાણુ, તારા પરિમાણને જાણવા ઈચ્છે તે એ દ્વિીપના કે સમુદ્રના ચંદ્રના પરિવારરૂપ નક્ષત્ર પરિમાણ, ગ્રહ પરિમાણ અને તારા પરિમાણને તેનાથી ગુણાકાર કરવાથી જેટલા થાય તેટલા પ્રમાણન એ દ્વીપમાં કે સમુદ્રમાં નક્ષત્ર પરિમાણ કે ગ્રહ પરિમાણ અથવા તારા પરિમાણુ થઈ જાય છે. જેમકે-લવણ સમુદ્રમાં નક્ષત્રનું પરિમાણ જાણવું હોય તે લવ સમુદ્રમાં ચાર ચંદ્ર હોય છે. એક ચંદ્રના પરિવારરૂપ અઠયાવીસ નક્ષત્રો હોય છે, તેને ચારથી ગુણાકાર કરે ૨૮+૪=૧૧૨ તો એક બાર થઈ જાય છે. લવણ સમુદ્રમાં એટલા જ નક્ષત્રો હોય છે. તથા એક ચંદ્રનો ગ્રહ પરિવાર અઠયાસી હોય છે. લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર હોય છે. તેથી અડયાશીને ચારથી ગુણાકાર કર. ૮૮+૪=૩૫ર આ રીતે ત્રણ બાવન ચાર ચંદ્ર ગ્રહ પરિવાર થઈ જાય છે. અર્થાત્ લવણ સમુદ્રમાં આટલા ગ્રહો હોય છે, તથા એક ચંદ્રના પરિવાર ભૂત તારાગણ કોટિકેટિમાં છાસઠહજાર નવસો પંચોતેર ૬૬૯૭૫ હોય છે. તેને પણ ચારથી ગુણાકાર કરવો ૬૬૯૭૫+૪=૩૬૭૯૦૦૦૦૦૦૦૦૦૦
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૫૮
Go To INDEX