________________
એક નક્ષત્ર પિટક જંબુદ્વીપમાં, લવણ સમુદ્રમાં બે હોય છે. છ, ધાતકી ખંડમાં, એકવીસ, કાલેદધિમાં, છત્રીસ, આભ્યન્તરપુષ્કરાર્ધમાં આ પ્રમાણે બધી સંખ્યા મેળવવાથી મનુષ્યલેકમાં નક્ષત્રના છાસઠ પિટક થઈ જાય છે. [૧]
___ छावढेि पिडगाई महागहाणं तु मणुयलोयंमि ।
छावत्तरं गहसय होइ एक्कक्कर पिडए ॥१४॥ સંપૂર્ણ મનુષ્યલેકમાં છાસઠ પિટક મહાગ્રના હોય છે. ગ્રહના પિટકનું પરિમાણ બે ચંદ્રની ગ્રહસંખ્યાના પરિમાણ જેટલું હોય છે. એજ ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું છેકેએક ગ્રહ પિટકમાં એકસે છેતેર ગ્રહ હોય છે. છાસઠ સંખ્યાની ભાવના અહીં પૂર્વકથનાનુસાર કરી લેવી. ૧૪મા
चत्तारिय पतीओ चंदाइच्चाणमणुयलोयम्मि ।
छावटुिं छावद्धिं च होई, एक्वेकिया पंती ॥१५॥ મનુષ્યલેકમાં ચંદ્ર સૂર્યની ચાર પંક્તિ થાય છે. જે આ પ્રમાણે છે. બે પંક્તિ ચંદ્રની તથા બે પંક્તિ સૂર્યની હોય છે. આ રીતે ચાર પંક્તિ કહેલ છે. એક એક પંક્તિમાં છાસઠ છાસઠ ચંદ્ર સૂર્ય હોય છે. આની ભાવના આ પ્રમાણે છે. એક સૂર્ય જંબુદ્વીપમાં મેરૂની દક્ષિણ ભાગમાં ચાર કરે છે. તથા એક ઉત્તર ભાગમાં ચાર કરે છે. એક ચંદ્ર મેરૂના પૂર્વ ભાગમાં સંચરણ કરે છે, તથા એક પશ્ચિમમાં સંચરણ કરે છે. તેમાં જે સૂર્ય મેરૂના દક્ષિણભાગમાં સંચરણ કરે છે, તેની સમશ્રેણીમાં વ્યવસ્થિત બે સૂર્યો દક્ષિણ ભાગમાં હોય છે, છ ધાતકીખંડમાં, એકવીસ કાલેદધિમાં, છત્રીસ અત્યંતર પુષ્કરાર્ધમાં એ રીતે બધાને મેળવવાથી છાસઠ થઈ જાય છે. તથા જે ચંદ્ર મેરૂના પૂર્વ ભાગમાં ચાર કરે છે. તેની સમશ્રેણીમાં બે ચંદ્રપૂર્વ ભાગમાં જ લવણ સમુદ્રમાં હોય છે, ધાતકીખંડમાં છે, તથા કાલેદધીમાં એકવીસ અને અત્યંતર પુષ્કરાર્ધમાં છત્રીસ આ રીતે ચંદ્ર પંક્તિમાં બધી સંખ્યાનો સરવાળો છાસઠ ચંદ્ર થઈ જાય છે. તથા જે ચંદ્ર મેરૂની પશ્ચિમ ભાગમાં છે, તેની સાથે છાસઠ ચંદ્ર પંક્તિ સમજી લેવી. ૧૫
छप्पण्णं पतिओ णक्खत्ताणं तु मणुयलोयंमि ।
__छावर्द्वि छावदि हवं ति एकेक्किया पती ॥१६॥ આ મનુષ્યલેકમાં બધા મળીને છપ્પન નક્ષત્રની પંક્તિ હોય છે, એકએક પંક્તિમાં છાસઠ છાસઠ નક્ષત્ર હોય છે. જેમકે-આ જંબુદ્વીપના દક્ષિણાર્ધ ભાગમાં એક ચંદ્રના પરિવારરૂપ અભિજીદાદિ અઠયાવીસ નક્ષત્ર ક્રમથી વ્યવસ્થિત થઈને સંચરણ કરે છે. તેમાં દક્ષિણના અર્ધભાગમાં જે અભિજીત નક્ષત્ર છે, તેની સમશ્રેણીમાં વ્યવસ્થિત બે અભિજીત નક્ષત્ર લવણસમુદ્રમાં હોય છે. ધાતકીખંડમાં છે, કાલેદધિમાં એકવીસ અભ્યત્તર પુષ્કરાર્ધમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
३४८
Go To INDEX