________________
છાસઠ પિટક ચંદ્ર સૂર્યને સંપૂર્ણ મનુષ્યલેકમાં હોય છે. કારણ કે મનુષ્યલોકમાં એક બત્રીસ ચદ્રો અને એક બત્રીસ સૂર્યો હોય છે. બન્ને ચંદ્ર અને સૂર્યોનું એક પિટક થાય છે. તેથી એક બત્રીસન બેથી ભાગ કરે ૧૩૨+૨=૬૬ તે આ પ્રમાણે છાસઠ સંખ્યાવાળું ચંદ્રસૂર્યના પિટકનું પરિમાણ થઈ જાય છે. હવે પિટકનું કેટલું પ્રમાણ હોય છે? આ રીતની જીજ્ઞાસા નિવૃત્તિ માટે ઉત્તરાર્ધમાં સ્વયમેવ કહ્યું છે. એક એક પિટકમાં બે ચંદ્રો અને બે સૂર્યો કહ્યા છે. અહીં આ પ્રમાણે કહેવામાં આવે છે. બે ચંદ્ર અને બે સૂર્ય આટલું પ્રમાણ એક એક ચંદ્ર સૂર્યના પિટકનું થાય છે. આ રીતના પિટક જંબુદ્વીપમાં એકજ છે. કારણકે જંબુદ્વીપમાં બેજ ચંદ્ર અને એ સયનો સદ્દભાવ રહે છે તથા લવણ સમુદ્રમાં બે પિટક હોય છે, કારણ કે ત્યાં ચાર ચંદ્રો અને ચાર સૂર્યને સદ્ભાવ રહે છે. તથા ધાતકીખંડમાં છ પિટક હોય છે. કારણ કે ત્યાં આગળ કાલેદધિ સમુદ્રમાં એકવીસ પિટક હોય છે. કારણકે ત્યાં બેંતાલીસ ચંદ્રો અને બેંતાલીસ સૂર્યો હોય છે. તથા અત્યંતર પુષ્કરાર્ધમાં છત્રીસ પિટક હોય છે. કારણકે ત્યાં તેર ચંદ્રો અને તેર સૂર્યો હોય છે. આ રીતે બધી સંખ્યાને મેળવવાથી ચંદ્ર સૂર્યના છાસઠ પિટક થઈ જાય છે. ૧૨ હવે નક્ષત્રોના પિટકનું પ્રતિપાદન કરતાં કહે છે
छावहिं पिडगाई णक्खत्ताणं तु मणुयलोयमि ।
छप्पगं णक्खत्ता हुंति एक्केकर पिडए ॥१३।। સંપૂર્ણ મનુષ્યલેકમાં કુલ સંખ્યાથી નક્ષત્રોના પિટકો છાસડ થાય છે. નક્ષત્રોના પિટકનું પરિમાણ બે ચંદ્રની નક્ષત્ર સંખ્યાના પ્રમાણુ બરાબર હોય છે. એક એક પિટકમાં છપ્પન નક્ષત્ર હોય છે. અહીં આ પ્રમાણે કહેવામાં આવે છે. છપ્પન નક્ષત્ર સમૂહનું એક નક્ષત્ર પિટક હોય છે, અહીં છાસઠ સંખ્યાની ભાવના આ પ્રમાણે થાય છે. એક
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૪૭
Go To INDEX