________________
-(वा एएसिणं पंचण्हं संवच्छराणं पंचमं हेमति आउदि चंदे केण णक्खत्तण जोपइ) પહેલાં કહેલ યુગપૂરક ચાંદ્રાદિ પાંચ સંવત્સરમાં માઘમાસભાવિની હેમંતકાળની પાંચમી આવૃત્તિમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે ભેગા કરીને પ્રવર્તિત કરે છે. આ પ્રમાણેના શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે -(ા #ત્તિવાર્દિ) કૃત્તિકા નક્ષત્ર ત્રણ તારાવાળું હોવાથી અહીં સૂત્રમાં બહુવચનથી કહેલ છે. કૃત્તિકા નક્ષત્રની સાથે ચંદ્રગ કરે છે. આ પ્રમાણે સામાન્ય રીતે કહીને તેને વિસ્તારપૂર્વક કહેવાના ઉદેશથી એ કૃતિકા નક્ષત્રના મુહૂર્ત વિભાગનું પ્રતિપાદન કરે છે.-(વરિયાળ ગામ છત્તીસં ૨ વાદિમા મુત્તર વાવદિમા ર નહિ છેત્તા છ ગુણિમાTI ) પાંચમી આવૃત્તિના પ્રવર્તનકાળમાં કૃત્તિકા નક્ષત્રના અઢાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છ ચૂર્ણિકા ભાગ (૧૮૬૪) આટલું મુહર્તાદિ પ્રમાણ કૃત્તિકા નક્ષત્રનું જ્યારે શેષ રહે ત્યાં આગળ વર્તમાન રહીને ચંદ્ર માઘમાસભાવિની પાંચમી આવૃત્તિને પ્રવર્તિત કરે છે.
હવે આની ગણિત પ્રક્રિયા બતાવવામાં આવે છે. હેમંતકાલભાવિની પાંચમી આવૃત્તિ પહેલા બતાવેલ ક્રમની અપેક્ષાએ દસમી થાય છે. તેથી તેના સ્થાનમાં દસ અંક રાખવે તેને ગાથામાં કહેવામાં આવેલ નિયમ પ્રમાણે રૂપન કરવા ૧૦-૧=૯ તે નવ થાય છે. આ નવરૂપ ગુણકથી પહેલાં કહેલ ધ્રુવરાશી કે જે (૫૭૩ ) પાંચસો તેંતેર મુહુર્ત તથા એક મુહૂર્તના બાસયિા છત્રીસભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છભાગ રૂપ છે તેને ગુણાકાર કર (૫૭૩૬૪)+૯ (૫૧૫૪૪ ૪) ગુણાકાર કરવાથી ગુણનફલ પાંચહજાર એકસે સત્તાવન મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસચિ ત્રણસેચોવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચોપન ભાગ થાય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૩૯
Go To INDEX