________________
તેમ લેકવ્યવહારમાં કહેવાય છે. એ જ પ્રમાણે બાસઠ બાસઠ દિવસમાં એક એક દિવસ હીન–ઓછો થાય છે. એક સંવત્સરમાં છતુઓ હોય છે. દરેક રૂતુમાં એક એક દિવસને ક્ષય થાય છે. તેથી એક સંવત્સરમાં છ અવમાત્ર ક્ષય દિવસ આવે છે. તે કયા કયા પર્વમાં સમાપ્ત થાય છે? આ પ્રકારની જીજ્ઞાસાનિવૃત્તિ માટે મૂલમાં કહેલ છે. ત્રીજા પર્વમાં સાતમા પર્વ માં, અગીયારમા પર્વ માં, પંદરમા પર્વમાં, ઓગણીસમા પર્વમાં ત્રેવીસમા પર્વમાં આ પ્રમાણે આ અવમાત્રનો ગ્રન્થાતરથી જે રીતે મેળ આવે તે રીતે રામન્વય કરવામાં આવે છે, ગ્રન્થાન્તરમાં ચારમાસ પ્રમાણવાળા વષ કાળના શ્રાવણાદિથી ત્રિીજુ પર્વ થાય ત્યારે ભાદરવા માસના શુકલ પક્ષમાં પહેલી અવરાત્રિ આવે છે, (૧) ફરીથી એ જ વર્ષાકાળનું સાતમું પર્વ થાય ત્યારે કાર્તિક સુદ બીજના દિવસે બીજી અવમરાત્રિ આવે છે. (૨) તે પછી ફરીથી એજ શીતકાળના ત્રીજા પર્વમાં મૂળના કહ્યા પ્રમાણે અગીયારમું પર્વ આવે ત્યારે પિષ વદ ત્રીજ અવમાત્ર હોય છે. () ફરીથી એજ શીત કાળના સાતમા પર્વમાં મૂળના કથન પ્રમાણે પંદરમા પર્વમાં ફાગણ વદ ચોથ અવરાત્ર થાય છે. (૪) તે પછી ગ્રીષ્મ રૂતુના ત્રીજા પર્વમાં મૂલકથન પ્રમાણે ઓગણીસમા પર્વમાં વૈશાખ વદ પાંચમે પાંચમું અવમાત્ર સમાપ્ત થાય છે, તે પછી એજ ગ્રીષ્મકાળના સાતમા પર્વમાં અને મૂલના કથન પ્રમાણે તેવીસમાં પર્વમાં અષાઢ સુદમાં છટ્ટી અવરાત્રિ સમાપ્ત થાય છે. અન્યત્ર પણ આ સંબંધમાં ગાથા દ્વારા કહ્યું છે. (તર્થમ સોમરસૈં) ઈત્યાદિ અર્થાત્ અહીં ચાર ચાર માસમાં ત્રણ જ રૂતુઓ કલ્પિત કરવામાં આવેલ છે. તે પણ અષાઢથી આરંભીને કહેલ છે. દરેક રૂતુના ત્રીજા પર્વમાં સાતમા પર્વમાં અવમાત્ર આવે છે. એ રીતે અહીંયાં ચારમાસ પ્રમાણવાળી ત્રાણુ રૂતુમાં બે અવમાત્ર થવાથી એક સંવત્સરમાં છ અવમરાવ આવી જ જાય છે. એ પણ મૂલમાં કહેલ અવમાત્રની સમાન જ હોય છે, આ પ્રમાણે બન્ને કથનનું સરખાપણું થાય છે, અહીંયાં જે અષાઢાદિ ત્રણ રૂતુઓ કહેલ છે એ લોકમાં પ્રસિદ્ધ છે, તેથી લૌકિક વ્યવહારને અપેક્ષિત કરીને અષાઢથી લઈને દરરોજ એક એક બાસડિયા ભાગની ન્યૂનતાથી વર્ષાકાળના વીતેલા તૃતીયાદિ પર્વમાં મૂક્ત પ્રકારે અવમાત્રનું પ્રતિપાદન કરેલ છે. વાસ્તવિકપણથી તે શ્રાવણમાસના કૃષ્ણપક્ષના આરંભકાળથી એટલે કે એકમથી યુગના આદિથી આરંભીને ચાર ચાર પર્વના અતિક્રમ કાળમાં અવમત્રિ સમજી લેવી.
હવે અહીં યુગના આરંભથી કેટલા પર્વ વીત્યા બાદ અને કઈ તિથિમાં અવમરાત્ર રૂપ તિથિની સાથે કઈ તિથિ સમાપ્ત થાય છે? આ પ્રમાણેના વિચારમાં આ વયમાણ ત્રણ ગાથાઓ પૂર્વાચાર્ય પ્રશ્નના સમાધાન રૂપે કહેલ છે, તે શિષ્યજનાનુગ્રહ માટે અહીંયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૯૬
Go To INDEX