________________
ઠિયા ત્રીસ ભાગરૂપ અંતરાંશ હોય છે. એજ (rare) એક માસ પ્રમાણવાળા કાળના (કોમરત્તા મા હૃવંતિ) અવમાત્રના ભાગ હોય છે લા જેમ કે- કર્મમાસનું પ્રમાણ પૂરેપૂરા ત્રીસ અહોરાત્ર તુલ્ય હોય છે. ચાંદ્રમાસનું પ્રમાણ ઓગણત્રીસ અહેરાત્ર તથા એક અહોરાત્રના બાસઠિયા બત્રીસ ભાગ હોય છે, અએવ ચાંદ્રમાસના પરિ. માણને અને કર્મમાસના પરિમાણને પરસ્પર વિશ્લેષ કરવામાં આવે છે. ૩૦-(રા ૨)=૦૦ાફ આવી રીતે વિશ્લેષ કરવાથી રહેલ અંશ બાસઠયા ત્રીસ ભાગરૂપે હોય છે. આજ અવમાત્રના ભાગ હોય છે. આજ પ્રમાણે અવમાત્રને માસ થતા સુધી હોય છે. તેથી તેના સંબંધના એ ભાગે માસના અંતમાં બતાવે છે. અનુપાતથી એક દિવસમાં પણ અવમભાગે લાવી શકે છે. અહીં અનુપાત આ પ્રમાણે હોય છે. જે ત્રીસ દિવસમાં અવમાત્રના બાસઠિયા ત્રીસ ભાગ લબ્ધ થઈ શકે તે એક દિવસમાં અવમાત્રના કેટલા ભાગ પ્રાપ્ત થઈ શકે છે? આ જાણવા માટે ત્રણ રાશીની
સ્થાપના કરવામાં આવે છે, જેમકે – 3 = = અહી અત્યની એકરૂપ રાશી થી મધ્યની રાશિ બાસથિા ત્રીસ ભાગને ગુણાકાર કરે, એકથી ગુણેલ એજ પ્રકારથી રહે છે. તેથી બાસઠિયા ત્રીસ ભાગ રૂપજ રહે છે. તેને પહેલી રાશિ જે ત્રીસ છે તેનાથી ભાગ કરે તે હરાંશ સમાન હોવાથી તેને નાશ કરવાથી એકરૂપ રહે છે. આથી પ્રત્યેક દિવસે એક એક બાસઠિયા ભાગ લબ્ધ થાય છે. આને બીજી ગાથાથી પ્રતિપાદિત કરે છે. (વામિ વિશે સંજયદ્ ગોમત્તલ) એક બાસઠિયા ભાગ અવમરાત્ર-ક્ષય તિથિને દિવસ થાય છે. અર્થાત્ એક એક બાસડિયા ભાગ ક્ષય દિવસના દરેક દિવસમાં હોય છે. આ ગાથામાં એક શબ્દ અને દિવસ શબ્દ વીસ્સાથી ગ્રહણ કરેલા ન હોવા છતાં પણ સામર્થ્યથી વીપ્સાદ્ધિરૂક્તિના બોધક થાય છે. તથા નપુંસકનિદેશ પ્રાકૃત હોવાથી કરવામાં આવેલ છે તેમ સમજવું. આને નિષ્કર્ષાર્થ આ પ્રમાણે છે. જે એક એક અવમાત્રને એક એક બાસડિયા ભાગ પ્રાપ્ત થ ય તે બાસઠ દિવસમાં કેટલા ભાગ પ્રાપ્ત થઈ શકે ? આ પ્રકારના અનુપાતથી એક અવમાત્ર થાય છે. તે જાણવા માટે અહીંયાં ત્રણ રાશિની સ્થાપના કૈફ+દર= ==ી કરવી અને તેની ગુણન ભાજનક્રિયા કહેલ પ્રકારથી કરી લેવી. આનાથી એમ નિશ્ચય થાય છે કે બાસઠિયા દિવસમાં એક અવમાત્ર એટલેકે ક્ષય દિવસ થાય છે. અહીંયાં આ રીતે કહેવામાં આવે છે. દરેક દિવસમાં અવમરત્ર સંબંધી એક એક બાસડિયા ભાગની વૃદ્ધિ થવાથી બાસઠમા દિવસમાં બાસઠ ભાગ થાય છે, આ કથન મૂલના કથનથી પણ સિદ્ધ થાય છે. જેમકે–ત્રેસઠ તિથિ પ્રવર્તિત થાય છે. આ પ્રમાણે હોવાથી એકસઠમા અહોરાત્રમાં એકસઠમી તિથિ અગર બાસમી તિથિને ક્ષય થવાથી લોકવ્યવહારમાં બાસઠતિથી પ્રતીત થ ય છે. ગ્રથાન્તરમાં કહ્યું છે.–(Pમિ ગણો વો વિ રિહી ગઈ frળના, સોળ દિહી પfપાવર) એક અહોરાત્રમાં જે બે તિથિને પાત પંચાગમાં દેખાય છે તેમાં પહેલી તિથી હીયમાન હોય છે. એટલે કે ક્ષય થાય છે,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૯૫
Go To INDEX