________________
કરીને બધાને મેળવવા. આ રીતે જે પરિપૂર્ણ મંડળ શોધિત થઈ જાય અને રાશિ પણ નિર્મલ થઈ જાય તે અયન સંખ્યાથી રૂપ યુક્ત થતી નથી. અયન રાશિમાં રૂપને પ્રક્ષેપ થતું નથી, એજ આનું તાત્પર્ય છે. પરિપૂર્ણ રાશી થાય ત્યારે એક રૂપ મંડળ રાશીમાં ઉમેરવામાં આવે છે. અર્થાત્ અંડરૂપ એ રાશીમાં ઉમેરાય છે, દ્વિરૂપ મંડળ શિઓ પ્રક્ષેપણીય હોય છે. પ્રક્ષેપ કરવાથી જેટલી મંડળ રાશી હોય એટલા મંડળ તેટલા ઈચ્છિત પર્વમાં થાય છે, જે ઈચ્છિત પર્વથી જે રીતે વિષમ પ્રકારને ગુણાકાર થાય છે, તેને અત્યંતર મંડળમાં દેખવામાં આવે છે. આ જ કારણ ગાથા સમૂહનો અક્ષરાર્થ કહેલ છે. હવે તેની ભાવના બતાવવામાં આવે છે-કઈ પૂછે છે કે-યુગની આદિમાં પહેલું પર્વ ક્યા અયનમાં અને કયા મંડળમાં સમાપ્ત થાય છે? અહીંયાં પહેલું પર્વ પૂછવાથી વામપાર્શ્વ પર્વ સૂચક છે તેથી એકની સ્થાપના કરવામાં આવે છે. તે પછી શ્રેણીના દક્ષિણ ભાગમાં એક અયન તે પછી તેની અનુશ્રેણીમાં એક મંડળ અને મંડળની નીચે સાઠિયા ચાર ભાગ તેની નીચે એકત્રીસા નવભાગ આ તમામ રાશિ ધ્રુવરાશિ કહેવાય છે. એ ધ્રુવરાશિ ઇચ્છિત એકપર્વથી ગુણવામાં આવે તે એકથી ગુણેલ એટલાજ રહે છે, તેથી એજ પ્રમાણેની સંખ્યા થાય છે. તે પછી અયનને રૂપાધિક કરવી આ વચનથી એકરૂપ અયનમાં ઉમેરવું. મંડળ રાશીમાં અયન શુદ્ધ હોતા નથી તે પછી (રોય દાંતિ મનમિ) આ વચનથી મંડળ રાશીમાં બે રૂપ ઉમેરવામાં આવે છે. આ રીતે આ પહેલું પર્વ આવે છે. બીજા અયનમાં ત્રીજા મંડળના (કોમિ ગુજારે દિમંત્તર ધ્રુવઘુ ગા) આ વચનથી અત્યંતર મંડલવતિ સડસડિયા ચાર ભાગમાં તથા સડસઠિયા એક ભાગના એકત્રીસ નવભાગ જાય ત્યારે સમાપ્ત થાય છે, અયન અહીં ચાંદ્રાયણ સમજવું, ચાંદ્રાથણની આદિમાં પહેલું ઉત્તરાયણ અને બીજું, દક્ષિણાયન, બીજા અયનમાં અભ્યન્તર વતિ ત્રીજા મંડળનું એમ કહેવામાં આવે છે કે ઈ પૂછે કે-બીજું પર્વ કયા અયનમાં અથવા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૨
Go To INDEX