________________
પૂર્વોક્ત પ્રકારથી જ અહીંયાં પણ પહેલાના મંડળના વિષ્ક અને આયામના પરિમાણથી પાંચ જન તથા એક જનન પાંત્રીસ એકસઠિયા ભાગ વધારે થાય છે. આ પ્રમાણે કરવાથી યુક્ત રીતે આયામવિષ્ક્રભનું પરિમાણુ થઈ જાય છે. આનું પૃથક પરિધિનું પરિમાણ સત્તર જન તથા એક યેજના અડતાલીસ એકસડિયા ભાગ ૧છું આટલું જ પરિમાણુ ધૂલિકર્મથી નીકળી આવે છે. પરંતુ સૂત્રકારે સ્વ૯૫ અંતરથી પૂરા અઢાર જનની વિરક્ષા કરેલ છે. વ્યવહારમાં તે લેકમાં કંઈક ન્યૂનને પણ પૂરેપૂરા રૂપે જ કહે છે. તથા જે પૂર્વ મંડળના પરિરયના પરિમાણમાં કંઈક છાપાનું કહ્યું છે એ પણ વ્યવહારનયના મતથી પરિપૂર્ણની જેમ જ કહેવાય છે. ત્યારે પૂર્ણમંડળને પરિરય અર્થાત્ પરિધિના પરિમાણમાં અઢાર યોજન અધિક રૂપે જે પ્રક્ષેપ કરવામાં આવે તે યુક્ત અધિકૃત મંડળનું કહેલા પ્રકારથી પરિરયનું પરિમાણુ સંગત થઈ જાય છે, (તા જો દિવસ તહેવ) ત્યારે દિવસરાતની વ્યવસ્થા પણ એજ પ્રકારથી થઈ જાય છે. અર્થાત્ એ ત્રીજા મંડળના સંચરણ કાળમાં દિવસરાતનું માન પૂર્વોક્ત કથિત પ્રકારનું જ થાય છે. અર્થાત્ ચાર એકસઠિયા ભાગ ઓછા અઢાર મુહૂર્તને દિવસ થાય છે. તથા ચાર એકસઠિયા ભાગ વધારે પ્રમાણુવાળી બાર મુહૂર્તની રાત્રી હોય છે. (gવં વહુ gun णपणं णिक्खममाणे सूरिए तयाणंतराओ तयाणंतरं मंडलाओ मंडलं उबसंकममाणे उवसंकममाणे जोयणाई पणतीसं च एगट्ठिभागे जोयणस्स एगमेगे मंडले विक्खंभवुढि अभिवड्ढेमाणे अभिवड्ढेमाणे अट्ठारस अट्ठारस जोयणाई परिरयबुडिंढ अभिवड्ढमाणे सव्वबाहिरं मंडलं વામિત્તા રા ર૬) આ પ્રકારથી એ ઉપાયથી અર્થાત્ નયથી નિષ્ક્રમણ કરે તે સૂર્ય
એ પછીના મંડળમાંથી તેના પછીના મંડળમાં એટલે કે એક મંડળમાંથી બીજા મંડળમાં ઉપસંક્રમણ કરતા કરતા પાંચ જન અને એક જનના એકસઠિયા પાંત્રીસ ભાગ એક એક મંડળમાં વિષ્કભને વધારતા વધારતા અઢાર અઢાર જન પરિચયની વૃદ્ધિ કરતા કરતા સર્વબાહ્યમંડળમાં જઈને ગતિ કરે છે.
કહેવાનો ભાવ એ છે કે-પૂર્વોક્ત પ્રકારથી નિશ્ચિત ઉપાયથી એટલે કે દરેક અહેરાત્રમાં એક એક મંડળને છોડીને બહાર નીકળતે સૂર્ય તે પછીના મંડળમાંથી તેના પછીના મંડળમાં ઉપસંક્રમણ કરતા કરતા એટલે કે તે તે મંડળને ઉપભોગ કરીને એક મંડળમાં પાંચ પાંચ જન તથા એક એજનના એકસડિયા પાંત્રીસ ભાગ (પ) પરિમાણુ એક એક મંડળમાં વિધ્વંભની વૃદ્ધિ અર્થાત્ વ્યાસને વધારે કરતા કરતા એક એક મંડળમાં અઢાર અઢાર જન પરિધિના પ્રમાણમાં વધારતા વધારતા પહેલા છ માસના અંતના સમયમાં એકસો ચાશીમાં અહોરાત્રમાં સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને એટલે કે તે મંડળમાં જઈને ગતિ કરે છે, અર્થાત્ ત્યાં ભ્રમણ કરે દષ્ટિગોચર થાય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
८४