________________
ભાવ એ છે કે–એ પ્રકારના સંચરણ કાળમાં જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાંથી સર્વાત્યંતર મંડળમાં ઉપસંક્રમણ કરીને અર્થાત્ તે તે મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. અર્થાત સર્વબાહ્યમંડળથી અત્યંતર મંડળમાં ગતિ કરે છે. ત્યારે સર્વબાહ્યમંડળને અવધિરૂપ કરીને પછીના મંડળમાં ગમન કરે છે. સીમા માને અવધીરૂપ હોય છે. તથા બાહ્યાભિમુખ ગમનમાં સવવ્યંતર મંડળ પ્રણિધિ અર્થાત્ અવધિ-સીમા રૂપ હોય છે. આ પ્રમાણેના સંચરણ કાળથી એક વ્યાશી રાત્રીદિવસન કાળથી એક પંદર જન પ્રમાણના ક્ષેત્રનું વિકંપન કરીને એટલે કે પિત પિતાના મંડળની અંદરની તરફથી પ્રવેશ કરીને બહારની તરફ નીકળતા નીકળતા ગતિ કરે છે.
(तया णं उत्तमकदुपत्ते उक्कोसए अद्वारसमुहुत्ते दिवसे भवइ जहणिया दुवालस સત્તા છું મવર) ત્યારે ત્યાં ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત અર્થાત્ પરમ પ્રકર્ષપ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તને દિવસ હોય છે. તથા જઘન્યા બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. કહેવાને ભાવ એ છે કે સર્વબાહ્યમંડળના સંચરણ સમયમાં સૂર્ય ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત થાય છે. તથા તે ઉત્તરાયણને છેલ્લો દિવસ હોય છે. તેથી ઉત્કર્ષ એટલે કે સર્વાધિક માને મોટામાં મોટો છત્રીસ ઘડિથી યુક્ત અઢાર મુહર્ત પ્રમાણનો દિવસ હોય છે. અર્થાત્ દિનમાન છત્રીસ ઘડિ બરાબર હોય છે. તથા જઘન્યા અર્થાત્ સર્વાલ્પા એટલે કે નાનામાં નાની ચાવીરા ઘડીવાળી બાર મુહૂર્ત પ્રમાણુની રાત્રી હોય છે. અર્થાત્ ઉત્તરાયણના અન્તના સમયમાં દિનમાન ૩૬ છત્રીસ ઘડીનું તથા રાત્રિમાન ૨૪ ચોવીસ ઘડીનું હોય છે.
(एसणं दोच्चे छम्मासे एस णं दोच्चस्स छम्मासम्स पज्जवसाणे एसणं आदितचे संव દરે બાવિશ્વાસ સંવત વરાળ) આ પ્રમાણે આ બીજા છ માસનું પર્યવસાન એટલે કે સમાપ્તિ થાય છે. આ રીતે આ આદિત્યસંવત્સર કહેલ છે. આ પ્રમાણે આદિત્યસંવત્સરનું પર્યવસાન થાય છે. અર્થાત્ આ પ્રકારના પૂર્વોક્ત નિયમ વિશિષ્ટ પરમ અધિક દિનમાન કરવાવાળે કાળ બીજા છ માસ વિધાયક બીજા છ માસને છેકેવળ બીજા છે માસને જ નહીં પરંતુ પૂર્વોક્ત લક્ષણેથી લક્ષિત કાળ બીજા છ માસનું પર્યાવસાન માને અંતને કાળ અર્થાત્ ઉત્તરાયણની અંતને કાળ મિથુનસંક્રાતિને અન્તિમ સમય થાય છે, આ પ્રમાણે આ આદિત્યસંવત્સર છે અર્થાત્ સૌરસંવત્સર તથા પૂર્વોક્ત લક્ષણોથી લક્ષિત કાળ જ આદિત્યસંવત્સર અર્થાત્ સૌરવર્ષના પર્યવસાન રૂપ એટલે કે સૌરવર્ષને અંતકાળ થાય છે. અર્થાત્ જે સૂર્યનું સાયન મિથુનત્તમંડળ સંચરણ સમય છે. એ જ સૌર સંવત્સરનું પર્યવસાન અર્થાત્ અંતને સમય છે. જે સૂ૦ ૧૮ છે
છે છઠું પ્રાભૃતપ્રાભૃત સમાપ્ત છે આ પ્રમાણેના અધિકારમાં પહેલાં પ્રાભૃતનું છઠું પ્રાભૃતપ્રાભૃત સમાપ્ત . ૧-૬ .
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧