________________
મુહૂર્તની રાત્રી થાય છે. અર્થાત્ સર્વાભ્યન્તર મંડળની બહારના બીજા મંડળમાં સંચરણ કરતી વખતે એક મુહૂર્તના એકસડિયા બે ભાગ ન્યૂન અઢાર મુહૂર્તને દિવસ થાય છે અને એકસઠિયા બે ભાગ અધિક બાર મુહૂર્તની રાત્રી થાય છે, સભ્યન્તરના બીજા મંડળમાં સંચરણ કરતી વખતે દિનમાન ૩૬ ઘડી જ મુહૂર્ત તથા રાત્રિમાન ૨૪ ઘડી T મુહૂર્ત પ્રમાણ હોય છે. અહીંયાં તે બીજા મંડળમાં પ્રથમ સમય પછી યથા કથંચન ત્રીજા મંડળની સન્મુખ મંડળ પરિભ્રમણ ગતિથી સૂર્ય ગતિ કરે છે. અર્થાત બહારના ત્રીજા મંડળની તરફ ગતિ કરવાનો આરંભ કરે છે, જે પ્રમાણે ત્યાં પ્રથમ અહોરાત્રની સમીપમાં બીજા મંડળના એક એજનના એકસઠિયા અડતાલીસ ભાગ તથા બીજા બે એજન બહારના ગમન કરે છે, તે પછી નવા સંવત્સરના બીજા અહોરાત્રની પહેલી ક્ષણમાં જ ત્રીજા મંડળનું ઉ૫સંક્રમણ કરે છે. આ પ્રમાણે ભાવના સમજવી.
(से णिक्खममाणे सूरिए दोच्चंसि अहोरत्तंसि अभिंतरं तच्च मंडलं उबसंकमित्ता चारं ૨) તે નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજી અહોરાત્રમાં ત્રીજા મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. કહેવાનો ભાવ એ છે કે, સભ્યન્તર મંડળની બહારના બીજા મંડળમાં સંચાર કરતે સૂર્ય એ બીજા મંડળમાં પ્રથમ ક્ષણ પછી ધીરે ધીરે પરિભ્રમણ કરીને નવા સંવસરના બીજા અહોરાત્રમાં અત્યંતર અર્થાત્ બીજા મંડળના પછીના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને અર્થાત્ એ મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે તેમ કહ્યું છે. ત્યારે (તા जया णं सूरिए अभिंतरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं पणतीसं च एगद्विभागे વોચારણ રોfહું રાuિfહું વિરુત્તા સૂરિ વારં વાર) જ્યારે સૂર્ય અત્યંતર મંડળની પછીના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એક યોજનના એકસડિયા પાંત્રીસ ભાગ બે રાત દિવસથી વિકંપન કરીને સૂર્ય ગતિ કરે છે, સર્વાત્યંતર મંડળથી ત્રીજા મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે બે રાત્રી દિવસમાં જેટલા પ્રમાણ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૬૩