________________
સંખ્યાને ૧૮૬ એકસે છાશીથી ભાગવામાં આવે તે ૧૪૪૦-૧૮૬=૭ ૪ આ રીતે સાતઅયન લબ્ધ થાય છે. તથા એકસે તેંતાલીસ શેષ વધે છે, તેને ચારથી ગણવામાં આવે ૧૪૩+૪=૫૭૨ તે પાંચસે બેતર થાય છે. ૫૭૨ આ પાંચસો બેતરને એકત્રીસથી ભાગવામાં આવે ૫૭૨ - ૩૧=૧૮ અઢાર આંગળ લબ્ધ થાય છે. બાર આંગળને એક પદ થાય છે. એ નિયમથી એક પદ અને છ આંગળ થાય છે. ઉપરના ચૌદ અંશ લાવે અને એ ચૌદ અંશના યવ કરવા માટે આઠથી ગુણવા ૧૪+૪=૧૧૨ એક બાર થાય છે. આ એકસે બારને એકત્રીસથી ભાગ કરે ૧૧૨-૩૧=૩૬ ત્રણ યવ લબ્ધ થાય છે. તથા એક યવના એકત્રીસ ઓગણીસ ભાગ શેષ રહે છે. આ રીતે અહીંયાં સાત અયન સમાપ્ત થયા અને આઠમું ઉત્તરાયણ પ્રવતિત છે. એ પ્રમાણે જણાઈ આવે છે. ચાર પદ રૂપ ઉત્તરાયણમાં યુવરાશીમાં હાની અર્થાત્ ઘટ થાય છે. તેથી એક પદ સાત આંગળ અને ત્રણ યવ તથા એક યવના એકત્રીસ ઓગણીસ ભાગ આટલા ચારપદમાંથી ઓછા થાય છે તથા એપાદ પાંચ આંગળ ચાર યવ તથા એ ક યવન એકત્રીસા બાર ભાગ શેષ રહે છે. આ યુગમાં આદિથી આરંભ કરીને સત્તાણુ પર્વમાં પાંચમી તિથીમાં આટલા પ્રમાણની પૌરુષી થાય છે. આ રીતે બધે જ સમજી લે વું. હવે પૌરૂષીના પ્રમાણથી અયનના પ્રમાણને જાણવા માટે આ કરણગાથા કહેલ છે. (વહી) ત્યાદિ પૌરૂષીમાં જેટલી વૃદ્ધિ અથવા હાની જવામાં આવે છે. તેમાં નજીકના ગયેલ દિવસોથી અથવા ચાલુ દિવસથી ક્રમાનુસાર જે લબ્ધ થાય તે અચન કહેવાય છે. અર્થાત આટલું પ્રમાણ અયનનું વીતીગયેલ છે તેમ સમજવું. આજ કારણ ગાથાને અર્થ કહેલ છે, આની ભાવના આ પ્રમાણે છે. એ દક્ષિ. ણાયનમાં બે પદ અને ચાર આંગળ વૃદ્ધિ થાય છે. કઈ પ્રશ્ન કરેક દક્ષિણાયન કેટલું વીતી ગયેલ છે, તે તે જાણવા અહીં ત્રિરાશિ કરવી જોઈએ જેમકે જે ચાર આંગળના એકત્રીસ ભાગથી એક તિથી થાય તો ચાર આંગળથી કેટલી તિથી થાય? તે તે જાણવા ત્રણ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૩૫૯