________________
છે. આ પ્રત્યક્ષથીજ જણાય છે. ઉચ્ચ એટલે મંદશ્ય થાય છે. ઉચ્ચ રાશીથી સાતમી રાશીમાં પિતાની કક્ષામાંજ નિમ્ન થાય છે. ચંદ્રનું ઉચ્ચત્વ અને નિમ્નત્વ તાત્કાલિક થાય છે. હમણું સૂર્યનું મંદચ્ચપણું મિથુન રાશિમાં અઢારમાં અંશમાં છે, તેથી સાતમી ધન રાશિમાં અઢારમા અંશમાં નીચ પણ છે. તેથી તેરમા દિવસથી લઈને સત્તરમા દિવસ પર્યરતમાં એક સૌર નક્ષત્રના ભેગ કાળની સંભાવના થાય છે. ચંદ્રની ગતિવશાત દૈનિક નક્ષત્રોમાં હાસ અને વૃદ્ધિ થાય છે. સર્વત્ર ગણના ક્રમમાં વિપરીત ગણનાથી અભિજીત નક્ષત્રને ગણવાથી પંદરમું કે ચૌદમું થાય છે. નક્ષત્રોની સંખ્યા સત્યાવીસ હોવાથી આ પ્રમાણે થાય છે. અભિજીતુ નક્ષત્ર પ્રાયઃ વ્યવહારમાં આવતું નથી. અહીંયા વ્યવહાર સૂત્ર આ પ્રમાણે છે.
(કયુદો હવે અમારૂંવગેëિ સત્તાવીસ ગવર્દિ સંગાર) આ જંબુદ્વીપ નામના દ્વીપમાં અભિજીતને છેડીને સત્યાવીસ નક્ષત્ર વ્યવહારમાં આવે છે. પરંતુ હળચક્રમાં, કૃપચંદ્રમાં, વત્સચક્રમાં અષ્ટોત્તરી દશાના ક્રમમાં ઈત્યાદિ કાર્ય વિશેષમાં કયાંક ગણવામાં આવે પણ છે. જે સૂ. ૪૦ | શ્રી જૈનાચાર્ય – જૈનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે રચેલ
સૂર્ય પ્રજ્ઞપ્તિસૂત્રની સૂર્યજ્ઞપ્તિપ્રકાશિકા ટીકામાં
દસમા પ્રાભૂતનું સાતમું પ્રાભૃત પ્રાભૃત સમાપ્ત . ૧૦–૭ ||.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૩૩૪