________________
ધનિષ્ઠા નક્ષત્રથી લઈને શ્રવણ સુધીના કહે છે. (૪) ચોથે મતાવલમ્બી અશ્વિનીથી લઈને રેવતી સુધીના ગણે છે. (૫) તથા પાંચ તીર્થાન્તરીય ભરણી નક્ષત્રથી લઈને અશ્વિની નક્ષત્ર સુધીના ગણે છે.
આ પ્રમાણે પરતીથિકની પ્રતિપત્તિનું કથન કરીને હવે વાસ્તવિક વસ્તુતત્વ સ્વરૂપથી પોતાના મતનું કથન કરે છે, (વયં પુન પર્વ વામો) સકલ વસ્તુતત્વના સ્વરૂપને યથાર્થપણુથી જાણનાર હું આ વિષયમાં વક્ષ્યમાણ પ્રકારથી આ વિષયના વસ્તુતત્વને કહું છું તે આ પ્રમાણે છે. (ત હવે f of mત્રવત્તા અમિડું ભાવિયા ૩ત્તરાષાઢા વાવાળા Homત્તા તં જહા-મિરું, સઘળો, સાવ સત્તાવાઢ) નક્ષત્રના ગણના ક્રમમાં વાસ્તવિક રીત આ પ્રમાણે છે–બધા નક્ષત્ર અભિજીતથી લઈને ઉત્તરાષાઢા પર્યન્તના ગણત્રી કરવાનું પ્રતિપાદન કરેલ છે. કારણ કે બધે જ કારણ વિશેષની અપેક્ષા રહે છે, અહીંયાં આ રીતે યુક્તિ કહેલ છે–અહીંયાં બધા સુષમ સુષમાદરૂપ કાળ વિશેષ આદિ યુગ છે, આગમ ગ્રન્થમાં કહ્યું પણ છે-(gg૩ સુમસુસમારો અા વિસા ગુનાળિા સત્ વતંતે ગુજળ સદ્ સમcવંત) આ સુષમ દુષ્પમરૂપ અદ્ધા કાળ વિશેષ યુગાદિની સાથે પ્રવતિત થાય છે. તથા યુગના અંતમાં સમાપ્ત થાય છે. આ પ્રમાણે શ્રીપાદલિપ્ત સુરિના વચન પ્રામાણ્યથી યુગને આદિકાળ પ્રવર્તિત થાય છે, એ શ્રાવણ માસના શુકલપક્ષમાં પ્રતિપદાતિથિ તથા બાલવકરણ અને અભિજીત નક્ષત્રમાં ચંદ્રની સાથે ચેગ પ્રાપ્ત કરે છે. તિબ્બરંડ નામના ગ્રન્થમાં કહ્યું પણ છે–(સાવળવવાર વાઝાળે મિક્ + સત્રથ પદમણ ગુણ ગાë વિચાળાહિ) ૨ શ્રાવણમાસના વદીપડવાને દિવસે તથા બાલવકરણ અને અભિજીત્ નક્ષત્રમાં સર્વત્ર પ્રથમ સમયમાં યુગને આદિકાળ જાણ (૧) અહીંયાં સર્વત્ર એટલે કે ભારત એરવત અને મહાવિદેહમાં આ રીતે આ બધા કાળ વિશેષની આદિમાં ચંદ્રના યોગને અધિકૃત કરીને અભિજીત નક્ષત્ર વર્તમાન હવાથી અભિજીત નક્ષત્રની આદિમાં કહેલ છે, એજ (સં 17) પદથી કહે છે. (મિ સંવળ) ઈત્યાદિ છે શ્રમણ ! હે વસતુતત્વારગાહમાં એટલે કે વસ્તુતત્વને જાણવામાં કુશળ શિષ્ય! આ પૂર્વ પ્રતિપાદિત યુક્તિથી અભિજીત નક્ષત્રથી યુગને આરંભ થાય છે, તેથી અભિજીત નક્ષત્રથી લઈને ઉત્તરાષાઢા સુધીના નક્ષત્ર ગણવામાં આવે છે, તેમ પ્રતિપાદન કરેલ છે. આ પ્રમાણે અહીંયાં નક્ષત્ર ગણના કમમાં વાસ્તવિક માર્ગનું પ્રતિપાદન કરીને કહેલ છે. સૂ૦ ૩રા
દસમા પ્રાભૃતનું પહેલું પ્રાભૃતપ્રાત સમાપ્ત . ૧૦-૧
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૨૫૮