________________
સંબંધમાં કથન કરવું જોઈએ. દિ સાતમમાં “સનિપાતા” બેઉ પક્ષની સંધી એટલે કે અમાસ અને પુનમના સંધીકાળનું કથન કહેવું જોઈએ. પણ આઠમામાં નક્ષત્રની સંસ્થિતિ વ્યવસ્થા કેવી હોય છે તે કહેવું જોઈએ 2 નવમામાં નક્ષત્રના તારા અર્થાત્ તારાઓનું પરિમાણ એટલે કે દરેક નક્ષત્રનું સ્વરૂપ જાણવામાં તે તે નક્ષત્રમાં કેટલા તારા હોય છે? એ કહેવું જોઈએ. લા દસમામાં નેતાનું કથન કરવું જોઈએ અર્થાત્ કેટલા નક્ષત્રો પિતાના અસ્તગમનથી અહોરાત્રિની પરિસમાપ્તિથી કયા માસને ચલાવે છે તે કહેવું જોઈએ. ૧૦ અગીયારમાં પ્રાભૃત પ્રાભૃતમાં ચંદ્રમાર્ગ એટલે કે ચંદ્રમંડલ નક્ષત્રાદિને અધિકાર કહે ૧૧ બારમા પ્રાભૃત પ્રાતમાં નક્ષત્રોના અધિપતિ દેવતાઓનું કથન કરવામાં આવે છે. અર્થાત્ દેવતાધ્યયન કહેવાય છે. ૧૨ા તેરમામાં મુહૂર્તનું કથન કહેવું જોઈએ /૧૩ ચૌદમામાં દિવસ અને રાતનું કથન કહેવું જોઈએ. ૧૪ પંદરમામાં તિથિના નામો કહેવાશે ૧પ સોળમામાં નક્ષત્રોની ઉત્પત્તિ સ્થાન રૂ૫ ગોત્ર કહેવામાં આવશે. ૧૬ સત્તરમામાં નક્ષત્રોનું ભજન કહેવામાં આવશે. એટલે કે અમુક નક્ષત્રને અમુક રીતે ભેજન આપવાથી શુભકારી થાય છે તે બતાવાશે. ૧૭ અઢારમામાં સૂર્યની ચાર ગતિનું કથન કરવામાં આવશે. અહીંયા આદિત્ય એ પદ ઉપલક્ષણ રૂપે પ્રયુક્ત થયેલ છે. તેથી ચંદ્રની ગતિનું પણ કથન કરવામાં આવશે. ૧૮ ઓગણીસમામાં માસ, માસના નામ, અને તેમની સંખ્યાનું કથન કરવામાં આવશે. ૧લા વીસમામાં સંવત્સર, સંવત્સના નામ સંવત્સરની સંખ્યાનું કથન કરવામાં આવશે. ર૦૧ એકવીસમામાં નક્ષત્રોના દ્વારનું કથન કરવામાં આવશે. એટલે કે નક્ષત્રના દ્વારા કહેવામાં આવશે. જેમકે અમુક નક્ષત્ર પૂર્વ દ્વાર વાળા છે. અને અમુક નક્ષત્રો પશ્ચિમઢાર વાળા છે. તે કમાનુસાર કહેવામાં આવશે. ૨૧ બાવીસમામાં નક્ષત્રોને વિચય–એટલે કે ચંદ્ર સૂર્યના ગાદિ વિષયક નિર્ણય કહે વામાં આવશે. પરા આ રીતે પ્રાકૃતપ્રાકૃતની સંખ્યા અને તેને અધિકાર કહેવામાં આવેલ છે. સૂત્ર છા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૧૪