________________
છઠા પ્રાકૃત
છા પ્રાભૂતને પ્રારંભ પાંચમાં પ્રાભૂતમાં સૂર્યની વેશ્યા સંબંધી પરિસ્થિતિનું સારી રીતે પ્રતિપાદન કરીને હવે આ છઠ્ઠા પ્રાકૃતમાં (%fહું તે ગોટિ) આપના મતથી સૂર્યની પ્રકાશસ્થિતિ કેવા પ્રકારની કહેલ છે? આ વિષયના સંબંધમાં પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે,-(૪હું ગોચલંડિ ચિત્ત વકજ્ઞા) આપના મતથી સૂર્યની પ્રકાશસંસ્થિતિ કેવા પ્રકારની કહેવામાં આવેલ છે. તે કહો કહેવાને ભાવ એ છે કે સૂર્યની પ્રકાશસંસ્થિતિના સંબંધમાં મારૂં આ કથન સાંભળે કેવા પ્રકારથી અગર કઈ રીતે ઓજસ સંસ્થિતિ સદાકાળ એક રૂપથી રહે છે? અથવા બીજા કોઈ અન્ય પ્રકારથી પ્રકાશસંસ્થિતિ કહેલી છે ? તે હે ભગવાન આપ કહો આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીએ પૂછવાથી આ વિષયમાં અન્ય મતવાદીની જેટલી પ્રતિપત્તિ એટલે કે માન્યતાઓ છે તેને ભગવાન પહેલા બતાવતા થકા કથન કરે છે, (સહ્ય વસ્તુ રુમો પવીણું પરિવર્તનો પત્તો ) આ વિષયમાં આ નીચે કહેવામાં આવનાર પ્રકારથી પચ્ચીસ પ્રતિપત્તિ કહેલ છે, અર્થાત્ સૂર્યના પ્રકાશની સંસ્થિતિના સંબંધમાં વક્ષ્યમાણ પ્રકારની પચીસ સંખ્યાત્મક પ્રતિપત્તિ એટલે કે જુદા જુદા પ્રકારની માન્યતાઓ કહેવામાં આવેલ છે. જે આ પ્રમાણે છે.–(તાય ને ઘમરંતુ તા પ્રભુમયમેવ જુરિયસ ગોથા ૩UTI acqને ગUT વેર્, જે પ્રવાહંg) ? એ પચીસ મતવાદીયોમાં કોઈ એક એવી રીતે કહે છે કે–અનુસમયમાં સૂર્યને પ્રકાશ જુદા પ્રકારને દેખાય છે. તથા ભિન્ન પ્રકારથી નાશ પામે છે, કેઈ એક એ રીતે પિતાને મત કહે છે. કહેવાને ભાવ એ છે કે-એ બધા મતાન્તરવાદીમાં કોઈ એક પહેલે મતાવલમ્બી વક્ષ્યમાણ પ્રકારથી પોતાનો મત દર્શાવતાં કહે છે કે અનુસમય એટલે કે પ્રત્યેક ક્ષણમાં અર્થાત્ ક્ષણ ક્ષણમાં સૂર્યને પ્રકાશ અથાત્ ઓજસ ભિન્ન પ્રકારથી ઉત્પન્ન થાય છે, એટલે કે ક્ષણે ક્ષણે વિલક્ષણ પ્રકારનું દેખાય છે, તથા ભિન્ન પ્રકારથી વિનાશિત થાય છે અને પ્રાકકથિત પ્રકારથી એજ–પ્રકાશ ઉત્પન્ન થાય છે. સૂત્રમાં ઓજસ શબ્દને (ગોવા) આ પ્રમાણે સ્ત્રીલિંગપણાથી કહેલ છે. તે પ્રાકૃત હોવાથી અથવા આર્ષ હોવાથી તે પ્રમાણે કહેલ છે. ઉપસંહાર કરતાં કહે છે કે-કઈ એક પહેલે મતવાદી આ પ્રમાણે પોતાને મત દર્શાવે છે. ૧
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૯૯