________________
भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं उद्धीमुहकलंबुआ पुप्फसंठिया तावक्खेत्तसंठई आहिताति वएज्जा, अंतो संकुडा बाहिं वित्थडा अंतो वट्टा बाहिं पिहला अंतो अंकमुखसंठिया बाहिं सत्थिमुह संठिया दुहशे पासेणं तीसे तहेव जाव सव्वबाहिरिया चेव बाहा) આ બૂદ્વીપ નામને દ્વીપ યાવત પરિક્ષેપથી કહેલ છે. તે જ્યારે સૂર્ય સર્વવ્યંતરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે ઉર્ધ્વમુખ કલબુક પુષ્પની સંસ્થિતિ જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે, તેમ કહેવું. આ સંસ્થિતિ અંદરની તરફ સંકુચિત બહારની તરફ વિસ્તારવાળી અંદર વૃત્ત બહાર પૃથુલ અંદર અંકમુખની સમાન સંસ્થિત અને બહાર સ્વસ્તિકના મુખની જેમ સંસ્થિત બન્ને પાર્ષોમાં તાપક્ષેત્રસંરિથતિનું કથન પૂક્તિ પ્રકારથી જ યાવત્ સર્વબાહ્ય વાહા પર્યન્ત કહેવું. કહેવાનો ભાવ એ છે કે-ભગવાન કહે છે કે-હે ગૌતમ! આ કથનની સવિસ્તર વ્યાખ્યા તમે સાવધાનતા પૂર્વક સાંભળે, આ સમી. પમાં રહેલ જબૂદ્વીપ નામને દ્વીપ છે, આ જંબુદ્વીપ બધા જ દ્વીપ સમુદ્રોના પરિક્ષેપ એટલે કે પરિધિરૂપથી રહેલ કહ્યો છે. આ જંબુદ્વીપ સંબંધી વાક્ય જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ નામના સૂત્રમાં વિશેષતાથી કહેલ છે તે ત્યાંથી સમજી લેવું. એ જંબુદ્વીપમાં જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગમન કરે છે, ત્યારે તાપક્ષેત્રની સંરિથતિ ઉર્ધ્વ, મુખ કલંબુકા પુષ્પની જેમ હોય છે. કલંબુકા પુષ્પ કદંબ વૃક્ષના પુપને કહે છે. તેના સંસ્થાનની સરખી સંસ્થિતિ જેની હોય તે ઉર્વ મુખકલંબુકા પુષ્પસંસ્થિતિ છે. આવા પ્રકારની તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે, એ કેવી રીતે થાય છે? તે કહે છે-અંદર એટલે કે મેરૂ પર્વતની દિશામાં (સંજુ) અર્થાત્ સંકુચિત અર્થાત્ કંઈક પ્લાન અને બહાર એટલે કે લવણસમુદ્રની દિશામાં વિસ્તારયુક્ત એટલે કે પ્રફુલ્લ-વિકસેલ અર્થાત્ ફેલાયેલ પ્રકાશવાળી તથા અંદર મેરૂ પર્વતની દિશામાં એટલે કે ઉત્તર ભાગમાં વૃત્ત એટલે કે વલયાકાર અર્થાત્ અર્ધગળ વલયના સરખા આકારવાળા મેરૂની બધી તરફ ત્રણ, બે અને દસમા ભાગને વ્યાપ્ત કરીને રહે છે. અર્થાત્ એ પ્રકારે વ્યવસ્થિત થાય છે, ફરીથી બહાર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૧૭૬