________________
એટલે કે લવણસમુદ્રની દિશામાં દક્ષિણ ભાગમાં પૃથુલ એટલે કે મુકુલિત ભાગથી વિસ્તાર યુક્ત અને અંદરની તરફ મેરૂની દિશામાં અર્થાત ઉત્તર દિશામાં ( બધાની ઉત્તરમાં મેરૂ હેય છે. આ રીતની ભૌગોલિક સ્થિતિ હોવાથી) અંકમુખની જેમ સંસ્થિત અર્થાત્ પવાસનથી બેઠેલાના ઉસંગરૂપ ભાગને અંક કહે છે. એટલે કે આસનબંધ તેનું જે મુખ એટલે કે અગ્રભાગ અર્ધા વલયના આકાર જેવું સંસ્થિત સંસ્થાન જેનું હોય એવું, તથા બહાર એટલે કે લવણસમુદ્રની દિશામાં સ્વસ્તિક માંગલ્ય સૂચક ચિહ્ન વિશેષને કહે છે, તેના મુખની સમાન અત્યંત વિસ્તારવાળી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે, તે પછી બને બાજુના ભાગમાં એટલે કે મેરૂપર્વતની બન્ને બાજુ એ તાપક્ષેત્રની સંસ્થિતિનું કથન પૂર્વોક્તપ્રકારનું જ કહેવું અર્થાત્ બે સૂર્ય હેવાથી સૂર્યના ભેદથી બે પ્રકારથી વ્યવસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ દરેકમાં એક એક રૂપથી જે બે વાહા અર્થાત્ અયન ગતિ થાય છે એ જબૂદ્વીપના આયામની જેમ અવસ્થિત રહે છે, એ બે વાહામાં એક આયામ રૂપથી અને બીજી વિકેંભ રૂપથી હોય છે. અર્થાત્ મેરૂની સમીપે વિધ્વંભ રૂપથી જે વાહ અયનગતિ રૂપ છે તે સર્વાત્યંતર વાહા છે, ત્યાં દિનમાન પરમ મોટો હોય છે અને રાત્રિમાન પરમ નાને હોય છે, તથા જે વાહા લવણસમુદ્રની દિશામાં અર્થાત્ દક્ષિણ દિશા તરફ હોય છે. તે સર્વબાહ્ય વાહ છે. ત્યાં પહેલા છ માસની પછી રાત્રિમાન પરમ વધારે એટલે કે અઢાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. અને દિનમાન પરમ નાનું અર્થાત્ બાર મુહૂર્ત પ્રમાણુનું હોય છે. અહીંયાં પણ આયામ દક્ષિણદિશાથી ઉત્તર દિશા તરફ સમજ, તથા વિષ્ઠભ પૂર્વ પશ્ચિમ તરફ લંબાઈપણથી સમજ, વિષ્ઠભ વ્યાસ વિસ્તારને કહે છે, આયામ લંબાઈને કહે છે.
(તીરે તહેવા સંધ્યવાિિરયા દેવ વા) આ આચાર્યએ કહેલ ઉક્તિ સાર્થકતાવાળી છે, (તારે i નવદમંતરિયા વાહા મંતવચા પર્વ નોચારણારું ચત્તાર ર
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧