________________
અર્થાત્ ચંદ્ર સૂર્યની અને એમના વિમાનની સંસ્થિતિના સંબંધમાં કોઈ એક પહેલે તીર્થોત્તરીય આ હવે પછી કહેવામાં આવનાર સ્વરૂપથી પોતાનો મત કહે છે, કે–ચંદ્ર સૂર્ય અને તેમના વિમાનોની સંસ્થિતિ સમચતુરસ સંસ્થાનથી સંસ્થિત કહેલ છે, અર્થાત્ સમ એટલે તુલ્ય છે. ચાર અસય એટલે ખુણ જેમના તે સમચતુર એટલે કે સમચતુષ્કોણ વાળું ક્ષેત્ર જેમ કે જે સંસ્થિતિ એટલે કે સંસ્થાન જે ચંદ્ર સૂર્યની સ્થિતિનું હોય એ સમચતુરસ સંસ્થાન સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે, પહેલે મતવાદી આ પ્રમાણે પિતાના મતનું કથન કરેલ છે. ૧
(एगे पुण एवमाहंसु ता विसमचउरंससंठिया चंदिमसूरियसंठिई पण्णत्ता एगे एवમાણુ) ૨ બીજે કઈ એક કહે છે કે વિષમ ચતુરસ્ત્ર સંસ્થાનવાળી ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે. આ પ્રમાણે બીજે અન્ય મતવાદી કહે છે. અર્થાત્ બીજે પરમતવાદી કહે છે કે–વિષમચતુરસ સંસ્થિત એટલે કે વિષમ આયામ વિસ્તારવાળી ચંદ્ર સૂર્ય મંડળની સંસ્થિતિ કહેલ છે, અહીંયા પણ પૂર્વ કથન પ્રમાણે વિષમ છે ચારે ખુણની સંસ્થિતિ જેની તે વિષમચતુરન્સ સંસ્થિતિ કહેવાય છે, આ પ્રમાણે પૂર્વ કથન પ્રમાણે આને વિગ્રહ સમજી લે. મારા (ઘને પ્રમાણુ પર્વ સમજવોલંઠિયા ચંદિમજૂરિયëટિ પ્રણે રૂમારંa) રૂ કેઈ ત્રીજે મતાવલમ્બી કહે છે કે સમચતુષ્કોણ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે. અર્થાત્ ત્રીજે તીર્થાન્તરીય બીજા પરમતવાદીના કથનને સાંભળીને હવે પછી કહેવામાં આવનાર પ્રકારથી પોતાના મતનું કથન કરતાં કહે છે-સમચતુષ્કોણ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેવી જોઈએ, અહીંયાં સમ છે ચતુષ્કોણ જેને તે સમચતુષ્કોણ આવા પ્રકારનું સંસ્થાન જેનું હોય તે સમચતુષ્કોણ સંસ્થિતિ કહેવાય આ પ્રમાણે વિગ્રહ સમજી લે. અહીંયાં ભુજ નિર્દેશ ન કરવાથી એક કોણ તથા અસિ શબ્દ સરખા અર્થવાળા હોવાથી સમાન આયત ક્ષેત્રનું પ્રતિપાદન થાય છે. આ પ્રમાણે પહેલા મતવાદીના કથનની સાથે આને મત સરખે જ સિદ્ધ થાય છે. કોઈ એક ત્રીજે મતવાદી આ પ્રમાણે પોતાના મતનું કથન કરે છે. આવા
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૬૪