________________
મંડળ કાળને ન્યૂન કરતું નથી. એના મનમાં વિશેષપણું છે. અર્થાત્ બીજા મંડળ પર્યન્તમાં પરિભ્રમણ કરતે સૂર્ય મંડળના ભાગ પરિમાણને કમ કરતા નથી. કહેવાનો ભાવ એ છે કેજેટલા કાળમાં તે મંડળ પરિભ્રમણની સમાપ્તિ થાય છે એટલા કાળમાં જ એ મંડળ પરિપૂર્ણ સમાપ્ત કરવામાં આવે છે, થોડો પણ મંડળકાળ ન્યૂન થતો નથી. તેથી સકલ જગપ્રસિદ્ધ પ્રતિનિયત રાત્રિના પરિમાણમાં કઈ પણ વ્યાઘાતને પ્રસંગ આવતો નથી. પૂર્વોક્ત બીજા મતવાદીના મતમાં આજ વિશેષતા છે, એટલે આજ મત ઉચિત અને જ્ઞાતવ્ય પણ છે. તેના સિવાયને મત શાહય નથી. તે બતાવતાં કહે છે, (ને તે एवमासु मंडलाओ मंडलं संकममाणे सूरिए कण्णकलं णिवेढेइ एएणं नएणं णेयवं णो चेवणं સુરેન્ગ) તેમાં જે આ પ્રમાણે કહે છે કે એક મંડળમાંથી બીજા મંડળમાં સંક્રમણ કરતે સૂર્ય કર્ણકળાથી છોડે છે, આ નયથી ગતિ જાણવી અન્ય રીતે નહીં.
કહેવાને ભાવ એ છે કે- મંડળના સંક્રમણની ગતિ કાળના મતભેદમાં જે વાદી એ ઉપરોક્ત પ્રકારથી પિતાને મત પ્રગટ કરે છે. એટલે કે એક મંડળમાંથી બીજા મંડળમાં ગમન કરવાની ઈચ્છાવાળે સૂર્ય કર્ણકળા એટલે કે છેડાના એક ભાગને છોડે છે. અર્થાત વ્યાપ્ત કરેલ મંડળને કર્ણકલાથી ન્યૂન કરે છે, જે આ પ્રમાણે કહ્યું છે એ તથ્ય છે. આ પ્રતિપાદન કરેલ નથી એટલે કે અભિપ્રાયથી મારા મતથી પણ એક મંડળથી બીજા મંડળમાં સંક્રમણ ઈષ્ટ નથી. અર્થાત્ મંડળથી મંડલાન્તરમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકળાથી મંડલાન્તને છોડે છે. એ પ્રમાણે જે કહ્યું છે એજ મત સમ્યક્ પ્રકારનો છે. એ પ્રમાણે મારે મત છે. જેથી એજ મત સ્વીકાર્ય છે. કારણ કે એ કથનમાં લેશ પણ દેષ આવતે નથી, બીજે કેઈ નય અર્થાત્ અભિપ્રાય સ્વીકારવા લાયક નથી. કારણ કે તેમાં અનેક પ્રકારના દોષ દેખાય છે. આ પ્રમાણે આ ભગવાનના કથનને સારાંશ છે. | સૂ૦ ૨૨ છે
બીજા પ્રાભૂતનું બીજુ પ્રાભૃતપ્રાભૃત સમાપ્ત ૨-૨
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૧૩