________________
એક મંડળથી બાળ મંડળમાં સંક્રમણ કરતા સૂર્ય કેવી રીતે ગતિ કરે છે? તે આપ કહો.
કહેવાને ભાવ એ છે કે વિચક્ષણ બુદ્ધિમાન શિષ્ય પ્રભુશ્રીને પ્રશ્ન કરતાં કહે છે કે-હે ભગવન મારે આપને પૂછવાના ઘણા વિષય છે, પરંતુ અત્યારે જે આ કથન વિષય છે તે આપ કૃપાળું સાંભળો આપના મતથી સદાવસ્થાયી પ્રકાશક ગ્રહ વિશેષ સૂર્ય એક મંડળથી અર્થાત્ એકસો ચોર્યાશી સંખ્યાવાળા મંડળમાં એક મંડળથી બીજા મંડળમાં સંક્રમણ કરતે અર્થાત પરિભ્રમણ કરતે સૂર્ય ગતિ કરે છે. એટલે કે તે તે મંડળમાં ગમન કરતે કહેલ છે? તે આપ કહે. આ પ્રમાણે સુશિષ્યને પ્રશ્ન સાંભળીને કેવળજ્ઞાન સંપન્ન ભગવાન તેમને સમજાવતાં કહેવા લાગ્યા. ભગવાન કહે છે કે-હે ગૌતમ ! આ વિષયના સંબંધમાં સુવે પવિત્તી ઇત્તા ) બે પ્રતિપત્તી કહેલ છે. અર્થાત એક મંડળથી બીજા મંડળમાં સંક્રમણના સંબંધમાં વયમાણ પ્રકારની બે પ્રતિપત્તી એટલે કે મતાન્તરે કહેલ છે. જે આ પ્રમાણે છે. (થ a gam) એ બેઉ મતવાદીમાં એક આ પ્રમાણે કહે છે અર્થાત્ એક મંડળથી બીજા મંડળના સંક્રમણ કરવાના વિષયમાં પહેલે અન્યતીર્થિક આ નીચે જણાવેલ પ્રકારથી પિતાના મતને પ્રગટ કરે છે. તે આ પ્રમાણે છે, (ત મંકારામા મંgટું સંક્રમમાં સંક્રમમાણે મૂરિ મેઘાણે હંમરૂ) એક મંડળમાંથી બીજ મંડળમાં સંક્રમણ કરતો અર્થાત્ ગમન કરતે સૂર્ય ભેઘાતથી સંક્રમણ કરે છે. પહેલા મતવાદીના કહેવાનો ભાવ એ છે કે-આ વિષયમાં તે કહે છે કે એક મંડળથી બીજા મંડળમાં ગમન કરતું સૂર્ય ભેદઘાતથી એટલે કે ગતિભેદથી અર્થાત મંડળનું ઓછાવત્ત પ્રમાણ હોવાથી ગતિ વિશેષથી ગમન કરે છે એટલે કે સંક્રમણ કરવાની ઈચ્છા કરે છે. ભેદ એટલે એક મંડળથી બીજા મંડળનું અંતરાલ એટલે કે બન્ને મંડળની વચ્ચેનો પ્રદેશ તેમાં ઘાત એટલે ગમન અથૉત્ એક મંડળ સૂર્યથી પૂરાય પછી તેના અન્તરાલના અપાન્તરાલમાં ગમન કરીને બીજા મંડળમાં સંક્રમણ કરવું એટલે કે
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૦૯