________________
તેમજ અપ્રત્યાખ્યાન ક્રિયા પરસ્પર અવશ્ય થાય છે. પણ જેને આ ચારે ક્રિયાઓ થાય છે, તેને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા વિકલ્પથી થાય છે અર્થાત આ ચારેની સાથે સાથે મિથ્યાદર્શનપ્રત્યયા કિયા થઈ પણ શકે છે અને નથી પણ થતી. તેનું દેવું નિશ્ચિત નથી–અ. ગ૨ કેઈ નારકજીવ મિયાદષ્ટિ હોય તો તેને થાય છે અને જે સમ્યગ્દષ્ટિ છે, તેને નથી હતી. પણ જે જીવને મિયાદર્શનપ્રત્યયા કિયા થાય છે, તેને આગળની ચાર ક્રિયાઓ અવશ્ય થાય છે. નારિક જીવને અધિકથી અધિક ચર્થે અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન થાય છે. તેનાથી આગળનું કઈગુણસ્થાન નથી થઈ શકતું, એ કારણે તેનામાં ચારે પ્રારંભિકી ક્રિયાઓનો અવિનાભાવ છે, પણ મિથ્યાદર્શન પ્રત્યયા કિયાને માટે એવું નથી કહી શકાતું જે નારક મિથ્યાદષ્ટિ હોય તો તેને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા થાય છે, અગર સમ્યગ્દષ્ટિ હોય છે તેને નથી હતી. હા જેને મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા થાય છે, તેને શરૂઆતની ચાર કિયાઓ નિયમથી થાય છે, કેમકે મિથ્યાત્વના સર્ભાવમાં શેષ ચાર કિયાઓ અવશ્ય થાય છે.
નારકના વિષયમાં એવું કહ્યું છે, તેવું જ કથન અસુરકુમાર, નાગકુમાર સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘકુમાર, ઉદધિકુમાર, દ્વિીપકુમાર, દિકકુમાર પવનકુમાર, અને સ્વનિતકુમાર નાસમ્બન્ધમાં પણ સમજવું જોઈએ. તેમને પણ ચાર કિયાઓ થાય છે, પણ મિથ્યાદર્શન પ્રત્યયા કિયા કદાચિત થાય છે, કદાચિત નથી થતી.
પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને આરંભૂિકી આદિ પાંચ કિયાઓ પરસ્પર નિયમથી થાય છે. આ પાંચે તે જીવનમાં અવિનાભાવ નિશ્ચિત છે, કેમકે આ બધા મિથ્યાદષ્ટિ હોય છે, તેથી તેઓમાં પાંચ કિયાઓ થાય છે.
પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવને પ્રારંભિકી ત્રણ ક્રિયાઓ-આરંભિકી, પારિસહિકી અને માયાપ્રત્યયા પરસ્પર નિયમથી અવશ્ય થાય છે. કેમકે દેશવિરત ગુણસ્થાન સુધી આ ત્રણે અવશ્ય થાય છે. પણ અન્તની અર્થાત્ અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યય વૈકલ્પિક છે અર્થાત તે થઈ પણ શકે છે અને કઈ છવને નથી પણ થતી.
એ અભિપ્રાય ને પ્રગટ કરે છે જે જીવને આ ત્રણે ક્રિયાઓ થાય છે, તેમને માટે અતની બે કિયાએ વૈકલ્પિક હોય છે અર્થાત કદાચિત થાય છે અને કદાચિત નથી પણ થઈ શકતી-દેશવિરત આદિને નથી થતી પણ અવિરત વિગેરેને થાય છે પણ જે જીવને અન્તિમ બે અપ્રત્યાખ્યાન કિયા અને મિથ્યાદર્શન પ્રત્યય થાય છે, તેને આદિની ત્રણ–આરંભિકી પારિગ્રહિકી અને માયાપ્રત્યયા ક્રિયાઓ અવશ્ય થાય છે.
અપ્રત્યાખ્યાન કિયા ત્યાં સુધી લાગેલી રહે છે જયાં સુધી એક દેશથી પણ પ્રત્યાખ્યાન ન કરાય મિથ્યાદર્શન પ્રત્યયા કિયા મિધ્યદષ્ટિ જીવને થાય છે અને આદિની ચાર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૭.