________________
કિયા નથી થતી, તેનાથી ભિન્ન જીવને થાય છે.
શ્રી ભગવાન-હે ગૌતમ ! જે જીવને આરંભિક ક્રિયા થાય છે તેને શું અપ્રત્યાખ્યાન ક્રિયા પણ થાય છે? અને એજ પ્રમાણે જે જીવને અપ્રત્યાખ્યાન ક્રિયા થાય છે તેને શું આરંભિકી ક્રિયા પણ થાય છે ?
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન જે જીવને આરંભિકી ક્રિયા થાય છે તેને શું અપ્રત્યાખ્યાન કિયા થાય છે? અને એજ પ્રમાણે જે જીવને આરંભિકી કિયા થાય છે, તેને શું આરંભિકી ક્રિયા પણ થાય છે ?
શ્રી ભગવાન-હે ગતમાં જે જીવને આરંભિક ક્રિયા થાય છે તેને અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચિહ્ન થાય છે, કદાચિત નથી પણ થતી પણ જેને અપ્રત્યાખ્યાન ક્રિયા થાય છે, તેને આર. ભિકી કિયા નિયમથી થાય છે, જેમ પ્રમત્તસંયત તેમજ દેશ વિરતને આરંભિકી કિયા તો થાય છે, પરંતુ અપ્રત્યાખ્યાન ક્રિયા નથી થતી, પણ અવિરત સમ્યગ્દષ્ટિ આદિને અપ્રત્યાખ્યાન ક્રિયા થાય છે. કિન્તુ જે જીવને અપ્રત્યાખ્યાન કિયા લાગે છે, તેને આરંભિકી ક્રિયા નિયમથી થાય છે, કેમકે જે પ્રત્યાખ્યાની નથી તે આરંભ કરેજ છે.
જેમ આરંભિકી કિયાનો અપ્રત્યાખ્યાન ક્રિયાની સાથે સમ્બન્ધ કહ્યો-તેજ તેને મિથ્યાદર્શનપ્રત્યયા કિયાની સાથે પણ સમ્બન્ધ સમજવું જોઈએ અર્થાત જે જીવને અરંભિકી કિયા થાય છે, તેને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા કદાચિત થાય છે, કદાચિત નથી થતી, પરંતુ જેને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા થાય છે, તેને આરંભિક ક્રિયા નિયમથી થાય છે. કેમકે તે મિથ્યાદષ્ટિ હાર્યું છે, તેમનામાં આરંભ અવશ્ય મળે છે.
એજ પ્રકારે પારિગ્રહિતી ક્રિયાને પણ આગળની ત્રણ કિયાઓ સાથે અન્વય સમજો જોઈએ. અર્થાત જે આરંભિકી ક્રિયાને પારિગ્રહિક વિગેરે ચાર ક્રિયાઓની સાથે સમ્બન્ધ બતાવે છે તે જ પ્રકારે અહીં પારિતિકી ક્રિયાને આગળની ત્રણ કિયાઓની સાથે સબધ સમજ જોઈએ.
જે જીવને માયાપ્રત્યયા કિયા થાય છે, તેને આગળની બે અર્થત અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યા દર્શન કિયાએ કદાચિત્ થાય છે, કદાચિત્ નથી પણ થતી, કિન્તુ જે જીવને અન્તની બે કિયાઓ થાય છે. તેને માયાપ્રત્યય ક્રિયાનિયમથી થાય છે. એ વિષયમાં યુક્તિ પૂર્વવત સમજવી જોઈએ
જે જીવને અપ્રત્યાખ્યાનકિયા થાય છે, તેને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા કદાચિત થાય છે. કદાચિત નથી થતી, પણ જેને મિથ્યા દર્શન પ્રત્યયા કિયા થાય છે, તેને અપ્રત્યાખ્યાન કિયા અવશ્ય થાય છે. એ વિષયમાં પહેલા કહેલું છે.
હવે એજ વાત વીસ દંડકના કુમે પ્રરૂપિત કરાય છે યથાનારક જીવને આરંભની ચાર કિયાએ અર્થાત્ અરંભિકી પારિગ્રહિકી, માયાપ્રત્યયા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૬