________________
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! માયાપ્રત્યયા કિયા કયા જીવને થાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! કોઈ અપ્રમત્ત સંયતને પણ માયાપ્રત્યયા કિયા થાય છે, કેમકે પ્રવચનની અવહેલના ને વધારવાથી માયાપ્રત્યયા કિયા લાગે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અપ્રત્યાખ્યાન કિયા કયા જીવને લાગે છે? શ્રી ભગવન-હે ગૌતમ! કેઈપણ પ્રત્યાખ્યાન ન કરનારને અપ્રત્યાખ્યાન ક્રિયા લાગે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! મિથ્યાદર્શન પ્રત્યયા કિયા કયા જીવને લાગે છે ? શ્રી ભગવાન–હે ગૌતમ! કોઈ પણ મિથ્યાષ્ટિને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા લાગે છે. હવે ચોવીસ દંડકના આધાર પર આજ ક્રિયાઓનું નિરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી– હે ભગવન્! નારક જીને કેટલી કિયાઓ લાગે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! પાંચ ક્રિયાઓ લાગે છે. તે આ પ્રકારે છે-આરંભિકી પારિગ્રહિકી, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા.
નારકની સમાન, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયોને દ્વીન્દ્રિયોને ત્રીદ્રિને ચતુરિન્દ્રિયોને, તિર્યંચ પંચેન્દ્રિયોને, મનુષ્યને, વનવ્યન્તને, જ્યોતિષ્કને તથા વૈમાનિકને આરંભિકી આદિ પાંચ ક્રિયાઓ કહી છે.
હવે પાંચે કિયાઓને પરસ્પર અવિનાભાવ કહે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જે જીવને આરંભિકી ક્રિયા થાય છે, શું તેને પારિગ્રહિક ક્રિયા પણ થાય છે? અને જે જીવને પારિગ્રહિક ક્રિયા થાય છે, તેને શું આરંભિકી કિયા પણ થાય છે ?
શ્રી ભગવાન ગૌતમ! જે જીવને આરંભિકી ક્રિયા થાય છે, તેને પારિગ્રહિક કિયાકદાચિત થાય છે. કદાચિત્ નથી પણ થતી. કિન્તુ જે જીવને પરિગ્રહિક કિયા થાય છે તેને આરંભિકી ક્રિયા નિયમથી થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જે જીવને આરંભિક ક્રિયા થાય છે, તેને શું માયાપ્રત્યયા કિયા થાય છે? એ પ્રકારે જેને માયાપ્રત્યયા કિયા થાય છે, તેને શું આરંભિકી કિયા પણ થાય છે?
1 શ્રી ભગવાન-હે ગૌતમ! જે જીવને આરંભિકી ક્રિયા થાય છે, તેને માયાપ્રત્યયા કિયા નિયમથી થાય જ છે અને જેને માયાપ્રત્યયા કિયા થાય છે, તેને આરંભિકી કિયા કદાચિત્ થાય છે, કદાચિત નથી થતી, કેમકે અપ્રમત્ત સંયતને માયાપ્રત્યથા કિયા થવા છતાં આર મિકી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૫