________________
શ્રી ભગવાન-હે ગૌતમ એમજ છે. આ સત્ય છેકે જે જીવને કાયિકી ક્રિયા લાગેછે તેને નિયમ થી પ્રાદ્ધેષિકી ક્રિયા પશુ લાગેછે અને જે જીવને પ્રાદ્ભષિકી ક્રિયા લાગે છે તેને નિયમ થી કાયિકી ક્રિયા પણ લાગેછે.
અહીં કાયિકી એ પદથી પ્રાણાતિપાત કરવામાં સમ ઔદારિક આર્દિ શરીરાશ્રિત વિશિષ્ટ કાયિકી ક્રિયા નું ગ્રહણ કરવું જોઇએ. સાધારણ કાયિકી ક્રિયા ન સમજવી જોઇએ. અને કામ ણ કાયાશ્રિત કાયિકી ક્રિયા પણ ન સમજવી જોઈએ. એ પ્રકારે કાયિકી આદિ ત્રણ ક્રિયાઓના પરસ્પર વ્યાવ્યવ્યાપકભાવરૂપ અવિનાભાવ છે.
કાય સ્વયં પણ અધિકરણ છે, તેથી કાયિકી ક્રિયા થતાં અધિકરણિકી ક્રિયા અવશ્ય થાય છે અને આધિકરણિકી ક્રિયા થતાં કાયિકી ક્રિયા અવસ્ય થાય છે, અને વિશિષ્ટ પ્રકારની કાયિકી ક્રિયા પ્રદૂષના અભાવમાં અસંભવિત છે, એ કારણે પ્રાર્ષિકી ક્રિયાના સાથે કાયિકી ક્રિયાને પરસ્પર અવિનાભાવ થવાથી તેમનું સાથે સાથે અસ્તિત્વ હાય છે,
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જે જીવને કાયિકી ક્રિયા લાગે છે, તેને શું પાશ્તિાનિકી ક્રિયા પણ લાગે છે ? અને જેને પારિતાપનિકી ક્રિયા લાગે છે તેને શુ કાયિકી ક્રિયા પણ લાગે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જે જીવને કાયિકી ક્રિયા લાગે છે, તેને પાશ્તિાપનિકી ક્રિયા કદાચિત્ લાગે છે, કદાચિત્ નથી લાગતી. કિન્તુ જેને પારિતાપકીની ક્રિયા લાગે છે, તેને કાયિકા ક્રિયા નિયમે કરી લાગે છે,
પારિતાપનિકી ક્રિયાના સમાન જ પ્રાણાતિપાતિકી ક્રિયા પણુ સમજી લેવી જોઇએ. અર્થાત્ જે જીવતે કાયિકી ક્રિયા થાય છે, તેને પ્રાણાતિપાત ક્રિયા કદાચિત થાય છે. કદાચિત નથી થતી,પણ જેને પ્રાણાતિપાતિકી ક્રિયા થાય છે તેને કાયિકો ક્રિયા નિયએ કરી થાય છે.
હવે એ દેખાડે છે કે પારિતાપનિકી ક્રિયાવાળાને તથા પ્રાણાતિપાત ક્રિયા વાળાને આધિકરણિકી અને પ્રાદ્ભષિકી ક્રિયા પણ થાય છે. પ્રારંભની ત્રણ અર્થાત્ કાયિકી, આધિકરણિકા અને પ્રાદ્ધેષિકી ક્રિયા નિયમથી થાય જ છે. પણ જે જીવને આર'ભની ત્રણ ક્રિયાઓ થાય છે, તેને આગળની એ ક્રિયાએ કદાચિત થાય છે કદાચિત્ નથી થતી. અર્થાત્ પ્રારંભની ત્રણ ક્રિયાએ થતાં અન્તની એ ક્રિયા પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી થઈ પણ શકે છે અને નથી પણ થઇ શકતી, કિન્તુ જેને અન્તની એ પારિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૭