________________
મનુષ્ય પણે અર્થાત જ્યારે કેઈ નારક પૂર્વકાળમાં મનુષ્યપર્યાયમાં રહીને, એ પર્યાયની અપેક્ષાએ કોઈના આહારક સમુદુઘાત કહ્યાં છે, કેઈમાં નથી કહાાં, જેમાં કહ્યાં છે, જઘન્ય એક અગર બે છે અને ઉત્કૃષ્ટ ત્રણ છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારકનાં મનુષ્યપણે ભાવી આહારક સમુદ્રઘાત કેટલાં છે?
શ્રી ભગવાન ગૌતમ! કેઈ નારકનાં મનુષ્ય પણે ભાવિ સમુદ્દઘાત છે, કેઈનાં નથી, જેનાં છે તેનાં જઘન્ય એક, બે કે ત્રણ છે અને ઉત્કૃષ્ટ ચાર છે. જેવા નારકના મનુષ્યપણે આહારક સમુદઘાત કહ્યાં છે, એ જ પ્રકારે અસુરકુમાર આદિ બધા જીના અતીત તેમજ ભાવી, મનુષ્ય પર્યાયમાં પણ કહેવા જોઈએ.
પણ મનુષ્યપણે અર્થાત મનુષ્ય પર્યાયમાં પણ કોઈ મનુષ્યના અતીત આહારક સમુદ્દઘાત થાય છે, કેઈના નથી થતા. જેના થાય છે તેના જઘન્ય એક, બે અથવા ત્રણ છે અને ઉત્કૃષ્ટ ચાર અતીત આહારક સમુદૂઘાત છે.
અતીત આહારક સમુદ્દઘાતની જેમ ભાવી આહારક સમુદ્દઘાત પણ કેદના થાય છે, કેઈના નથી થતા. જેના થાય છે તેના જઘન્ય એક બે અગર ત્રણ થાય છે. ઉત્કૃષ્ટ ચાર આહારક સમુદ્રઘાત થાય છે.
એ પ્રકારે આ વીસ દંડકમાંથી પ્રત્યેકને ચોવીસે દંડમાં અનુક્રમથી સંઘટીત કરીને કહેવું જોઈએ. આ બધા મળીને એક હજાર છપ્પન આલાપક છે.
અહીં એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે મનુષ્યના સિવાય નારક અસુરકુમાર આદિ કઈ પણ અન્ય દંડકમાં આહારક સમુદુઘાતને સંભવ નથી. - હવે કેવલિ સમુઘાતનું નિરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! એક-એક નારકના નારકપણે અર્થાત જ્યારે તે નારક પર્યાયમાં હતું ત્યારે કેટલા કેલિસમુદ્રઘાત અતીત થયા છે? તાત્પર્ય એ છે કે વર્ત. માનકાળમાં જે નારક છે તેણે અતીતકાળમાં ક્યારેક નાકપર્યાયમાં રહીને કેટલા કવલિ સમુદ્દઘાત કર્યા?
શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકપણે નારકપર્યાયમાં અતીત કેવલિ સમુદુઘાત નથી, કેમ કે નારક કેવલિસમુદ્રઘાત કરી જ નથી શકતા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારકના નારકપર્યાયમાં ભાવી કેવલીસ મુદ્દઘાત
કેટલા છે ?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! નારકના નારપર્યાયમાં ભાવી સમુદ્દઘાત નથી તેનું કારણ પૂર્વોક્ત છે. એજ પ્રકારે યાવત્ વિમાનિક પર્યાયમાં વિમાનિકના પણ અતીત અને ભાવી કેવલિસમુદ્દઘાતને અભાવ કહેવું જોઈએ, અર્થાત્ જેમ નારક પર્યાયમાં કેવલિસમુદ્ધાતને અભાવ છે એ જ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિમાં પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય પર્યાયમાં, વિકલેન્દ્રિય પર્યાયમાં, પંચેન્દ્રિયતિર્યંચ પર્યાયમાં, વાન્તર પર્યાયમાં,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૬૮