________________
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! એક–એક નારકના અસુરકુમાર પર્યાયમાં કેટલા કષાયસમુદુઘાત વ્યતીત થયા છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ! એક–એક નારકના અસુરકુમાર પર્યાયમાં અનન્ત કષાય સમુદુઘાત વ્યતીત થયા છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ભાવી કેટલા છે?
શ્રી ભગવાન્હે ગૌતમ ! કેઈન છે, કેઈના નથી, અર્થાત્ જે ન ૨૬ ભવિષ્યમાં અસુરકુમાર પર્યાયમાં ઉત્પન થશે, તે નારકના અસુરકુમાર પર્યાય સમ્બન્ધી ભાવી. સમુદ્વઘાત છે, જે ઉત્પન્ન થશે નહીં તેના નહીં હોય. જે નારકના અસુરકુમાર પર્યાયમાં ભાવી કય સમુદ્દઘાત છે તેને કદાચિત્ સંખ્યાન, કદાચિત અસંખ્યાત અને કદાચિત અનન્ત ભાવી સમુદુઘાત છે. જે નારક ભવિષ્યમાં જઘન્ય સ્થિતિવાળે અસુરકુમાર થશે તેની અપેક્ષાએ સંખ્યાન કષાયસમુદ્દઘાત સમજવા જોઈએ. કેમકે જઘન્ય સ્થિતિમાં સંખ્યાત સમુહૂઘાત જ થાય છે અને તેનું કારણ એ છે કે તેમનામાં લેભાદિ કષાયની બહુલતા મળે છે. અસંખ્યાત અથવા અનંત કષાય સમુદ્રઘાત ઉત્કૃષ્ટ સમજવા જોઈએ.
અસંખ્યાત સમુદુઘાત તે અસુરકુમારની અપેક્ષાએ કહ્યા છે જે એકવાર દીર્ઘસ્થિતિક રૂપમાં અથવા કોઈ વાર જઘન્ય સ્થિતિક રૂપમાં ઉત્પન થશે. જે નારક ભવિષ્યમાં અનન્તવાર અસુરકુમાર પર્યાયમાં ઉત્પન્ન થશે, તેની અપેક્ષાએ અનન્ત સમુદુઘાત કહેલા છે. જેવા નારકના અસુરકુમાર પણામાં ભાવી કષાય સમુદ્દઘાત કહ્યા છે તેવા જ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર વિદ્યુતુકુમાર ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર વાયુકુમાર અને સ્વનિતકુમાર પર્યાયમાં અતીત કષાયસમુદુઘાત અનન્ત કહેવા જોઈએ અને ભાવી કોઈના હોય છે, કેઈના નથી હોતા જેના છે તેના જઘન્ય સંખ્યાત, ઉત્કૃષ્ટ અસંખ્યાત અથવા અનન્ત સમજવા જોઈએ.
નારકના પૃથ્વીકાયિકપણામાં અતીત કષાય મુદ્દઘાત અનત છે. ભાવી સમુદુઘાત પૂર્વવત એકથી લઈને છે, અર્થાત્ કોઈના છે, કેઈના નથી. જેના છે, તેના જઘન્ય એક બે અગર ત્રણ છે અને ઉત્કૃષ્ટ સંખ્યાત અસંખ્યાત અગર અનન્ત છે. જે નારક નરક ભવથી નિકળીને ફરી ક્યારેય પૃથ્વીકાયિકને ભવ ધારણ કરશે નહીં, તેના ભાવી કષાય સમુઘાત નથી હોતા પણ જે નથી નિકળીને પૃથ્વીકાયિક થશે તેના ભાવી સમુદ્દઘાત થાય છે. તેઓ જઘન્ય હોય તે એક, બે અગર ત્રણ, ઉત્કૃષ્ટ હોય તે સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત.
જે પંચેન્દ્રિય તિર્યંચ ભવથી, મનુષ્યભવથી અથવા દેવભવથી કષાય સમુદ્રઘાતને પ્રાપ્ત થઈને એક જ વાર પૃથ્વીકાયિક ભવમાં ગમન કરશે તેના એક, બે વાર ગમન કરનારાના બે, ત્રણવાર ગમન કરનારાઓના ત્રણ, સંખ્યાતવાર જનારાના સંખ્યાત, અસં. ખ્યાતવાર અને અનન્ત વાર જનારાને અનન્ત કષાય સમુદ્દઘાત સમજવા જોઈએ,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૬૧