________________
ટીકાઈ -હવે કવાય સમુઘાતની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! એક-એક નારકના નારકપણે અર્થાત નારદશામાં કેટલા કષાય સમુદ્દઘત અતીત થયેલા છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! નારકના નારકદશામાં અનન્ત કષાયસમુદ્દઘાત સંપૂર્ણ અતીતકાલની અપેક્ષાએ વ્યતીત થયા છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એક નારકના નાર, પર્યાયમાં કેટલા કષાયસમુદઘાત ભવિષ્યમાં થનારા છે?
શ્રી ભગવાન્ હે ગૌતમકેઈ નારકના ભાવી સમુદ્ઘ ત છે, કોઈના નથી અર્થાત્ કેઈ નારક ભવિષ્યમાં કષાય સમુદ્દઘાત કરશે, કઈ નહીં કરે, જે નારકના નારકપણામાં ભાવી કષાય સમુદ્દઘાત છે, તેના જઘન્ય, એક, બે અગર ત્રણ છે અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત છે.
પ્રશ્નના સમયે જે નારક પિતાના ભવના અન્તિમ કાળમાં વર્તમાન છે, તે પિતાના નારકાયુને ક્ષય કરીને કષાય સમુદ્દઘાત કર્યા વિના જ નારકભવથી નીકળીને અનન્તર મનુષ્યભવ અગર પરંપરાથી મનુષ્યભવ પામીને મે ક્ષ પ્રાપ્ત કરશે. અર્થાત્ પુનઃકયારેય નરકભવમાં જશે નહીં તે નારકના નારક અવસ્થા સમ્બન્ધી ભાવી કષાય સમુદૂઘાત નથી.
જે નારક એવા નથી અર્થાત જે નરભવમાં દીર્ઘકાળ સુધી રહે છે, અથવા જે ફરી ક્યારે ય નરકભાવને પ્રાપ્ત કરશે, તેના ભાવી સમુદ્યાત હોય છે. તેમનામાં પણ જેટલું લાંબુ નારકાયુ વ્યતીત થઈ ચૂકયું છે, અને થોડું બાકી છે, તેમનામાં એક, બે અથવા ત્રણ કષાય સમુદ્દઘાત થાય છે.
જેનું આયુષ્ય સંખ્યાત વર્ષનું બાકી છે, તેમના સંખ્યાત, જેમનું આયુષ્ય અસંખ્યાત વર્ષનું બાકી છે, તેમના અસંખ્યાત અને જેઓ ભવિષ્યમાં અનન્ત વાર નારકમાં ઉત્પન્ન થશે તેમના અનન્ત ભાવ કષાય સમુદ્રઘાત સમજવા જોઈએ.
- હવે તે નિરૂપણ કરાય છે કે એક–એક નારકના અસુરકુમાર અવસ્થામાં કેટલા કષાયમુદ્દઘાત હોય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૬૦