________________
સંભવ સંખ્યાત યા અસંખ્યાત જ વેદના મુદ્દઘાત વ્યતીત થયાં સમજવા જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! એક-એક નરક જીવનાં ભાવિ સમુઘાત કેટલા છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! કેઈ નારકનાં ભાવી સમુદ્દઘાત હોય છે, કોઈનાં નથી હતાં જેનાં હોય છે, તેનાં જઘન્ય એક, બે અથવા ત્રણ હોય છે. ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત હોય છે. તાત્પર્ય એ છે કે જે જીવ પૃચ્છાનાં સમય પછી વેદના સમુદુઘાત વગર જ નારકથી નીકળીને અનન્તર મનુષ્યભવમાં વેદના સમુદુઘાત કર્યા વગર જ સિદ્ધિ પ્રાપ્ત કરશે તેવી અપેક્ષાએ એક પણ વેદના સમુદ્રઘાત નથી.
જે આ પૃચ્છાનાં સમય પછી આયુષ્ય શેષ હોવાને કારણે ચેડાં સમય સુધી નારકમાં સ્થિત રહીને કાને ફરીથી મનુષ્યભવ પ્રાપ્ત કરીને સિદ્ધ થશે, તેનાં એક. બે અથવા ત્રણ સમુદુઘાત સંભવે છે. સંખ્યાત કાળ સુધી સંસારમાં રહેવાવાળા નારકનાં સંખ્યાત, અસં ખ્યાત અને અનન્ત કાળ સુધી સંસારમાં રહેવાવાળાને અનન્ત ભાવી સમુદુઘાત હોય છે.
નારકોની જેમ જ અસુરકુમારનાં પણ વેદના સમુદુઘ ત સમજવા જોઈએ યાવત્ નાગકુમાર વગેરે ભવનપતિઓના પૃથ્વીકાયિક વગેરે એકેન્દ્રિયના, વિકદ્ધિન, પંચેન્દ્રિય તિય“ચેનાં મનુષ્યનાં, વાનભંતરેના, જતિષ્ક અને વૈમાનિકનાં પણ અનન્ત વેદના સમુદૃઘાત અતીત થયાં છે. ભાવી વેદના સમુદ્દઘાત કોઈનાં હોય છે, કે ઈનાં નથી હોતા. જેનાં હેય છે, જઘન્ય એક, બે, ત્રણ હોય છે. ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. આ જ રીતે તૈજસ સમુદ્રઘાત સુધી જાણવું અર્થાત વેદના સમુદ્રવાતની જેમ કષાયસમુદઘાત, મારણાંતિકસમુદુઘાત, ક્રિય સમુદૂઘાત, તૈજસ સમુદૂધાત પણ વીસ દંડકોના ક્રમથી સમજી લેવા જોઈએ.
આ જ અભિપ્રાયને વ્યક્ત કરવા માટે કહ્યું છે–પૂર્વોક્ત પ્રકારથી આ પાંચે સમુદલાતા વીસ દંડકનાં ક્રમથી સમજી લેવા જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! એક–એક નારકનાં અતીત આહાર સમુદ્દઘાત કેટલાં છે ?
શ્રી ભગવાન હે ગૌતમ ! કેઈનાં હોય છે, કોઈનાં નથી હોતા. જે નારકનાં અતીત આહારક સમુદુઘાત હોય છે, તેનાં પણ જઘન્ય એક કે બે હોય છે અને ઉત્કૃષ્ટ ત્રણ હેલ છે. જે નારકને પહેલાં મનુષ્યભવ પ્રાપ્ત કરીને અનુકૂળ સામગ્રીના અભાવનાં કારણે ચૌદ પૂર્વોનું અધ્યયન નથી કર્યું અથવા ચૌદ પૂર્વનું અધ્યયન કર્યા પછી પણ આહારલબ્ધિનાં અભાવથી અથવા એવું જ કઈ પ્રોજન ન હોવાથી આહારક શરીર નથી બનાવ્યું, તેમના આહારક સમુદ્રઘાત અતીત નથી હોતાં એનાથી ભિન્ન પ્રકારના જે નારક છે, તેમનાં જઘન્ય એક કે બે અને ઉત્કૃષ્ટ ત્રણ આહારક સમુદ્રઘાત હોય છે. ચાર નથી હોઇ શકતા,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૪૭