________________
નારક આદિ ચોવીસ સ્થાન મળીને પચીસ થાય છે. આ પચીસે સ્થાનમાંથી પ્રત્યેકના ચાર ચાર દંડક થવાથી ૨૫૪૪=૧૦૦ દંડક બધા મળીને થાય છે. - અહીં એ આશંકા કરી શકાય છે કે દ્વીન્દ્રિય આદિ જીવોની અપેક્ષાથી નૈરયિકને કાયિકી આદિ ક્રિયાઓ કેવા પ્રકારે થઈ શકે છે ?
આ શંકાનું સમાધાન આ પ્રકારે છે–નારક જીવ ભવનું કારણ વિવેકને અભાવ હેવાથી પૂર્વભવના શરીરને વ્યુત્સર્ગ નથી કરતા. આવે જે શરીર નિષ્પન્ન કર્યું હતું,
જ્યાં સુધી એ શરીર પરિણામને સર્વથા ત્યાગ નથી કરતા ત્યાં સુધી એક દેશથી પણ એ પરિણામને ધારણ કરનારા શરીરને પૂર્વભવ પ્રજ્ઞાપન નયની અપેક્ષાથી તેનું જ કહેવાય છે. જેમ તઘટ. તાત્પર્ય એ છે કે કાઈઘટમાં ઘી ભરેલું હતું, પછી તેમાંથી ઘી કાઢી લેવામાં આવ્યું. તે પણ તે ઘટ ધૃતઘટ કહેવાય છે.
એજ પ્રકારે જે જીવે જે શરીરનું નિત્પાદન કર્યું છે, એ શરીરમાંથી ભલે જીવ નિકળી ગયો હોય અને તે શરીર નિજીવ થઈ ગયું હોય, તો પણ તે તેનું કહેવાય છે, કેમકે તે છે તે શરીરને ઉત્પન્ન કર્યું હતું. એ શરીરનો એક ભાગ હાડકાં વિગેરેથી પણ અગર કેઈ બીજે જીવ કઈ જીવનો પ્રાણાતિપાત કરે છે, તે તે શરીરને ઉત્પાદક તે જીવ પણ કાયિકી આદિ ક્રિયાઓ ભાગીદાર થાય છે. એનું કારણ એ છે કે, તે જીવ જે તેમાંથી નિકળીને કયાંક બીજે ઉત્પન્ન થઈગએલ છે, પિતાને તે પૂર્વ શરીરને વ્યુત્સર્ગ નથી કર્યો.
પાંચે કિયાઓની ભાવના એ પ્રકારે સમજવી જોઈએ. તેને કાયાને વ્યાપાર હોવાથી કાયિકી ક્રિયા સમજી લેવી જોઈએ. એજ પ્રકારે કાય આધકરણ પણ થાય છે, તેથી જ આધિકરણિકી કિયા થાય છે. પ્રાષિકી આદિ કિયાએ એ પ્રકારે સમજવી જોઈએ. જ્યારે આ શરીરના કેઈ એક ભાગ ને ઘાન કરવામાં સમર્થ સમજીને કોઈ બીજી વ્યક્તિ કોઈના પ્રાણને અતિપાત કરવાને માટે ઉઘત થાય છે અને તેને દ્વીન્દ્રિય આદિ કોઈ જીવન પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થાય છે, ત્યારે તે વિચારે છે-આ શસ્ત્ર આ પ્રાણીનો ઘાત કરવામાં સમર્થ છે. એમ વિચારીને અને તેને ગ્રહણ કરીને તીવ્ર કેધને આધીન થઈ જાય છે. તેમજ તે જીવને પીડા પહોંચાડે છે, ત્યાં સુધી કે તેને જીવન વગરની બનાવે છે, ત્યારે તે શરીર જે જીવનું હતું. તેને પણ પ્રાàષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતકી કિયા લાગે છે, કેમકે તેના શરીરથી આ ક્રિયા કરેલી છે. ઈત્યાદિ યથાયોગ્ય સમજી લેવું જોઈએ. | સૂ. ૪ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૨