________________
વેદના, ચ્યવન વગેરેનાં સમયે અશાતા વેદના તથા બીજાનાં મને જોઇને થનાર માત્સર્ય (ઈ)ને અનુભવ કરતી વખતે શાતા-અશાતા વેદનાને અનુભવ થાય છે.
ફરીથી બીજા પ્રકારે વેદનાનું નિરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! વેદના કેટલા પ્રકારની કહેવાઈ છે.
શ્રી ભગવાન છે ગૌતમ ! વેદના ત્રણ પ્રકારની કહેવાઈ છે–તે આ પ્રમાણે-દુઃખા, સુખ અને દુઃખ સુખા. જે સમયે વેદનાને દુઃખરૂપ નથી કહેવાતી, કેમ કે તેમાં સુખ પણ વિદ્યમાન હોય છે અને જેને સુખરૂપ પણ ન કહી શકાય, કેમ કે તેમાં દુઃખને પણ સદૂભાવ હોય છે એની વેદના તે અદુઃખ સુખા વેદના કહેવાય છે.
અહીં શાતા–અશાતા અને સુખ–દુઃખમાં ડુંક અંતર છે. તે આ પ્રમાણે છેવર્ય ઉદયમાં આવેલા વેદનીય કર્મને કારણે જે અનુકૂળ અને પ્રતિકૂળ વેદના થાય છે, તેને શાતા-અશાતા કહેવાય છે. બીજાના દ્વારા ઉત્પાદિત શાતા અને અશાતાને સુખ તથા દુઃખ કહે છે. આ વેદનાનું નારક વગેરે જેવીસ દંડકમાં કમથી નિરૂપણ કરવામાં આવે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારકે શું દુઃખવેદના અનુભવે છે. સુખ વેદના અનુભવે છે કે, અદુઃખસુખરૂપ વેદના અનુભવે છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! નારક સુખરૂપ વેદના પણ અનુભવે છે, દુઃખરૂપ વેદના પણ અનુભવે છે. અને અદુખ સુખ રૂપ વેદના પણ અનુભવે છે. પહેલા કહેલ યુક્તિ મુજબ તેમને ત્રણે ય પ્રકારની વેદના થઈ શકે છે. - નારકની જેમ અસુરકુમાર વગેરે ભરપતિ છે, પૃથ્વીકારિક વગેરે એકેન્દ્રિ, વિકસેન્દ્રિ, તિર્યંચ પંચેન્દ્રિયે, મનુષ્ય, વાનયંત, તિષ્ક અને વૈમાનિકોને પણ ત્રણ પ્રકારની વેદના થાય છે. આમનામાં પહેલાં કહેલ “યુક્તિ” મુજબ ત્રણે પ્રકારની વેદના થઈ શકે છે. જે સૂ૦ ૧
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૩૩