________________
જોઈએ. અને જયારે શરીર તથા મન બંનેમાં એકી સાથે પીડા થાય છે, ત્યારે શારીરિકમાનસિક વેદનાને અનુભવ સમજવું જોઈએ.
ફરીથી બીજા પ્રકારથી વેદનાની પ્રરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! વેદના કેટલા પ્રકારની કહેવાઈ છે?
શ્રી ભગવાહે ગૌતમ! વેદના ત્રણ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે છે-શાતા, અશાતા તથા શાતાશાતા. સુખ રૂપ વેદના શાતા, દુઃખરૂપ વેદના અશાતા અને સુખદુખ બંને રૂપે વેદના તે શાતાશાતા વેદના કહેવાય છે.
નરયિકે વગેરેનાં કમથી આ વેદનાનું નિરૂપણ કરવા માટે કહે છે
શ્રી ગૌતમસ્વાર્મી–હે ભગવન્! નારક શું શાતા વેદના અનુભવે છે, અશાતા વેદના અનુભવે છે, શાતાશાતા વેદના અનુભવે છે ?
શ્રી ભગવાન- ગોતમ ! નારક છ ત્રણે પ્રકારની વેદના અનુભવે છે, શાતા, અશાતા અને શાતા-અશાતા બંને રૂપે તીચના જન્મ વગેરેના અવસર પર તેઓ શાતા વેદના અનુભવે છે, અન્ય સમયમાં અશાતા વેદના અનુભવે છે, તથા પૂર્વસંગતિક દે તેમજ અસુરોનાં મધુર આલાપ રૂપી અમૃતની વર્ષા થવાથી મનમાં શાતા વેદના અને ક્ષેત્રના પ્રભાવથી અશાતા વેદના થાય છે. એ બનેની અપેક્ષાથી ઉભયરૂપ–શાતાઅશાતા વેદના અનુભવે છે.
નારકેની જેમ બધાં જ જીવો વૈમાનિક પર્યત શાતા, અશાતા તેમ જ શાતાઅશાતા ત્રણે પ્રકારની વેદના અનુભવે છે. એવું સમજી લેવું જોઈએ. આમાંથી પૃથ્વીકાયિક વગેરેને જ્યારે કેઈ ઉપદ્રવ નથી થતું ત્યારે તેઓને શાતા વિષયક વેદનાને અનુભવ સમજી લેવા જોઈએ. ઉપદ્રવ થવાથી અશાતા વેદનાને અનુભવ કરે છે અને જ્યારે એક તરફથી ઉપદ્રવ થાય છે, ત્યારે શાતાશાતા-બંને રૂપ વેદનાને અનુભવ કરે છે.
ભવનપતિઓ, વાનગૅતરે, તિકે અને વૈમાનિકોના સુખાનુભવ સમયે શાતા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૩૨