________________
અને અલકમાં લેક પ્રમાણ અસંખ્યાત ખંડેને જાણે છે, કાળની અપેક્ષાએ અસંખ્યાત અતીત અને અનાગત ઉરૂપિણિયોને અવસર્પિણિયો જાણે છે તથા ભાવની અપેક્ષાએ અનન્ત પર્યાને જાણે છે, કેમકે તે પ્રત્યેક દ્રવ્યના સંખ્યાત-અસંખ્યાત પર્યાને જાણે છે.
સર્વ જઘન્ય, મધ્યમ, અને સર્વોત્કૃષ્ટ અવધિમાંથી સર્વ જઘન્ય અને મધ્યમ અવધિ દેશાવધિ કહેવાય છે. અને સર્વોત્કૃષ્ટ અવધિને પરમાવધિ અગર સર્વાવધિ કહે છે.
ત્યાર પછી અવધિજ્ઞાનના ક્ષયનું અને વૃદ્ધિનું કથન કરાશે. અર્થાત્ હીયમાન અને વર્ધમાન અવધિ કહેવાશે.
જે અવધિજ્ઞાન જે પરિમાણમાં ઉત્પન્ન થયેલ છે, તે અનુકુલ સામગ્રી ન મળવાથી જયારે ઘટતા જાય છે તે હીયમાન કહેવાય છે. અને જ્ઞાન પ્રશસ્ત અને પ્રશરતતર અધ્ય. વસાયના કારણે પડેલાની અવસ્થાથી વધતું જાય છે, તે વર્ધમાન કહેવાય છે.
તત્પશ્ચાત પ્રતિયાતી, અપ્રતિપાતી અને 7 શબ્દના પ્રયોગથી આનુગામિક અને અનાનુગામિક અ ધિજ્ઞાનનું કથન કરાશે. પતિપતિ અ ધિજ્ઞાન તે છે જે ઉત્પન્ન થઈને
ચોપશમના અનુસાર કેટલાક કાળ સુધી રહે છે. અને પછી એક સાથે પૂર્ણ રૂપે નષ્ટ થઈ જાય છે.
અપ્રતિપાતી અવવિજ્ઞાન કેવલજ્ઞાન ઉત્પન્ન થતાની પહેલાં અથવા મૃત્યુના પહેલાં નષ્ટ નથી થતું. જે અવધિજ્ઞાન, એક સ્થાનથી બીજા સ્થાન પર જનાર અવધિજ્ઞાનની સાથે જાય છે તે આનુગામિક કહેવાય છે, અથવા અનુગમ જેનું પ્રજન હોય તે આનુગામિક કહેવાય છે, તાત્પર્થ એ છે કે જે અવધિજ્ઞાન નેત્રની જેમ જનારાની સાથે જાય તે આનુગામિક છે અને જે સાથે ન જાય તે અનાનુગામિક છે. જેમ સાંકળથી બંધાયેલ દીપક જનારની સાથે જાય નહીં. શાસૂત્ર ૧
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૮૮