________________
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શા હેતુથી એમ કહે છે કે પૃથ્વીકાયિક સાકાર પશ્યન્તાવાળા હોય છે, અનાકાર પશ્યન્તાવાળા નથી હોતા ?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! પૃથ્વીકાયિકમાં એક થતજ્ઞાન પશ્યન્તા જ કહી છે, એ હેતુથી. હે ગૌતમ ! એવું કહ્યું છે કે પૃથ્વીકાયિકમાં એક સાકર પશ્યતા જ હોય છે, અનાકાર પશ્યન્તા નથી હોતી–તેમનામાં વિશિષ્ટ પરિસ્કુટ જ્ઞાનરૂપ પશ્યતા નથી મળી આવતી. પૃથ્વીકાયિકની સમાન અયિકે, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકમાં પણ એક શ્રુતજ્ઞાન સાકાર પશ્યન્તા જ કહેલી છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! કૌન્દ્રિય જીવ શું સાકાર પશ્યન્તાવાળા છે? અથવા અનાકાર પશ્યન્તાવાળા છે?
શ્રી ભગવાન ગૌતમ! દ્વીન્દ્રિય જીવ સાકાર પશ્યન્તાવાળા છે, અનાકાર પશ્યન્તાવાળા નથી હોતા.
શ્રી ગૌતમ સ્વામી-હે ભગવન્! શા હેતુથી એમ કહેલ છે કે દ્વીન્દ્રિય જીવ સાકાર પશ્યન્તાવાળા છે, અનાકારપશ્યન્તાવાળા નથી.
શ્રી ભગવાન-હે ગૌતમ ! દ્વીન્દ્રિયની સાકાર પશ્યના બે પ્રકારની કહી છે, તે આ પ્રકારે શ્રુતજ્ઞાન સાકાર પશ્યન્તા અને શ્રુતજ્ઞાન સાકાર પચતા એ હેતુથી, હે ગૌતમ! એમ કહેવું છે કે દ્વીન્દ્રિય જીવ સાકારપશ્યન્તાવાળા છે, અનાકારપશ્યન્તાવાળા નથી. એજ પ્રકારે ત્રીન્દ્રિય પણ સાકારપશ્યન્તાવાળા હોય છે, અનાકારપશ્યન્તાવાળા નથી હોતા.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ચતુરિન્દ્રિય શું સાકારપશ્યન્તાવાળા હોય છે અથવા અનાકાર પશ્યન્તાવાળા હોય છે ?
શ્રી ભગવાન હે ગતમ! ચતુરિન્દ્રિય જીવ સાકાર પશ્યન્તાવાળા પણ અને અનાકાર પશ્યન્તાવાળા પણ હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! શા હેતુથી એમ કહેવાય છે કે ચતુરિન્દ્રિય જીવ સાકારપશ્યન્તાવાળા પણ અને અનાકારપશ્યન્તાવાળા પણ હોય છે?
શ્રી ભગવાહે ગૌતમ! જે ચતુરિન્દ્રિય જીવ શ્રુતજ્ઞાની અથવા શ્રુતજ્ઞાની હોય છે, તેઓ સાકાર પશ્યન્તાવાળા હોય છે, પણ જે ચતુરિન્દ્રિય ચક્ષુદર્શની હોય છે તેઓ અનાકારપશ્યન્તાવાળા હોય છે, હે ગૌતમ ! એ હેતુથી એમ કહેવાય છે કે ચતુરિન્દ્રિય જીવ સાકારપશ્યન્તીવાળા પણ હોય છે અને અનાકારપશ્યન્તાવાળા પણ હોય છે.
મનુષ્યનું કથન સમુચ્ચય જીવોના સમાન સમજવું જોઈએ. બાકીના જીનું કથન નારકના સમાન જાણી લેવું જોઈએ. અર્થાત્ વાનન્તર, તિષ્ક અને હેમાનિકની પશ્યન્તા નારકેના સમાન છે. આ પશ્યન્તા એક પ્રકારની જ્ઞાતતા છે જેને પ્રાકટય પણ કહે છે. તે સૂ૦ ૧ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૭૪