________________
પંચેન્દ્રિય તિર્યંચા, વાનબત્ત, તિબ્બો અને વૈમ નિકેની સાકાર પશ્યન્તા ચાર, પ્રકારની અને અનાકાર પશ્યના બે પ્રકારની છે. સાકાર પશ્યન્તા શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન રૂપ છે અને અનાકાર પશ્યન્તા ચક્ષુદર્શન અને અવધિદર્શન રૂપ છે.
હવે પશ્યતાવાળા જીવ આદિનું પ્રરૂપણ કરે છે
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! જીવ સાકાર પશ્યન્તાવાળા છે અથવા અનાકાર પશ્યન્તા વાળા છે?
- શ્રીભગવાન્ –હ ગોતમ ! જીવ સાકાર પશ્યન્તાવાળ પણ છે અને અનાકારપશ્યન્તાવાળા પણ છે
શ્રીગૌતમસ્વામી–હે ભગવન શા હેતુથી એમ કહેવાય છે કે જીવ સાકાર પશ્યન્તાવાળ પણ છે અને કાર પશ્યન્તાવાળા પણ છે ?
શ્રી ભગવાન ગૌતમ! જે જીવ શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની છે, મનઃપર્યાવજ્ઞાની છે અગર કેવલજ્ઞાની છે, કૃતાજ્ઞાની અથવા વિર્ભાગજ્ઞાની છે, તેઓ સાકાર પશ્યન્તાવાળા કહેવાય છે, કેમકે–તેમનું જ્ઞાન સાકાર પશ્યન્તા છે, તેથી જ તે જ સાકાર પશ્યન્તાવાળા કહેવાય છે. પણ જે જીવ ચક્ષુદર્શની, અચક્ષુ દર્શની, અવધિદની અને કેવલદર્શની છે, તે જીવે અનાકાર પશ્યન્તાવાળા કહેવાય છે, કેમ કે તેમના બે અનાકાર પશ્યન્તા રૂપ છે. એ હેતુથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે જીવ સાકાર પશ્યન્તાવાળા પણ અને અનાકાર પશ્યન્તાવાળા પણ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારક જીવ સાકાર પશ્યન્તાવાળા છે અગર અનાકાર પશ્યન્તાવાળા છે?
શ્રી ભગવાન્ હે-ગૌતમ! એ જ પ્રકારે અર્થાત્ જીવની જેમ નારક પણ સાકાર પશ્યન્તાવાળા પણ છે અને અનાકાર પશ્યન્તાવાળા પણ છેપહેલાની અપેક્ષાઓ વિશેષતા એ છે કે નારકમાંથી મનઃ પર્યાવજ્ઞાની અને કેવલજ્ઞાની ન કહેવા જોઈએ, કેમકે નારક જીવ ચારિત્ર અંગિકાર નથી કરી શકતા, તેથી તેમનામાં મનઃ પર્યાવજ્ઞાન અને કેવલજ્ઞાન નથી મળી આવતું, એ પ્રકારે બે પ્રકારની પશ્યન્તા પણ તેઓમાં નથી હોતી. અનાકારપશ્યન્તામાંથી તેમનામાં કેવલદર્શન નથી થતાં. નારકેની સમાન અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિધુત્કુમાર ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર પણ સાકાર પશ્યન્તાવાળા અને અનાકાર પશ્યન્તાવાળા પણ હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પૃથ્વીકાયિક શું સાકાર પશ્યન્તાવાળા હોય છે ? અગર તે અનાકાર પશ્યન્તવાળા હોય છે ?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! પૃથ્વીકાયિક સાકાર પશ્યન્તાવાળા હોય છે, અનાકાર પરન્તાવાળા નથી હોતા.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૭૩