________________
શ્રી ભગવાન-હે ગૌતમ! અસંશી જીવ કદાચિત આહારક અને કદાચિત્ અનાહારક હોય છે. પૂર્વની જેમ અહીં પણ વિગ્રહગતિની અપેક્ષાએ અનાહાક અને અન્ય સમયમાં આહારક જાણવા જોઈએ.
સમુચ્ચય જીવની જેમ અસંજ્ઞી, નારક, અસુરકુમાર આદિ દશ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, તિય, પંચેન્દ્રિય, મનુષ્ય અને વાવ્યન્તર પણ કદાચિત્ આહારક અને કદાચિત્ અનાહારક હોય છે. વિગ્રહગતિના સમયે અનાહારક અને અન્ય સમયમાં આહારક સમજવા જોઈએ. કિન્તુ અહીં તિષ્ક અને વિમાનિકે સંબંધી પૃછા ન કરવી જોઈએ કેમ કે તેમનામાં અસંજ્ઞી પણાનો વ્યવહાર નથી. થતા
હવે બહુત્વની વિરક્ષા કરીને કથન કરાય છે– શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ઘણું અસંજ્ઞી જ આહારક હોય છે કે અનાહારક હોય છે?
શ્રી ભગવાહે ગૌતમ! અસંજ્ઞી જીવો આહારક પણ હોય અને અનાહારક પણ હોય છે, આ એક ભંગ મળી આવે છે. કારણ એ છે કે પ્રત્યેક સમયમાં અનન્ત એકેન્દ્રિય જીવ વિગ્રહગતિ પ્રાપ્ત થયેલા મળે છે, તેથી સમુચ્ચય જીવ પદમાં અનાહારકેની બહુલતા સદેવ રહે છે,
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! અસંજ્ઞ નારક શું આહારકાય છે અથવા તે અનાહારક હોય છે?
શ્રી ભગવાન હે ગૌતમ! અહીં છ ભંગ થાય છે, જેમકે(૧) અસંસી નારક બધા આહારક હોય છે. (૨) અનાહારક હોય છે. (૩) અથવા કોઈ આહારક અને કેઈ અનાહારક હોય છે, (૪) અથવા કેઈ એક આહારક અને ઘણે અનાહારક હોય છે. (૫) અથવા ઘણું આહારક હોય છે. અને એક અનાહારક હોય છે. (૬) અથવા ઘણા આહારક અને ઘણા અનાહારક હોય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૩૫