________________
હવે પરિગ્રહના વિષયમાં કહે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! પરિગ્રહથી અર્થાત આ વસ્તુ મારી છે, એવા પ્રકારની ભાવનાથી ઉત્પન્ન મૂછ પરિણામથી જીવને ક્રિયા લાગે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! હા લાગે છે. પરિગ્રહના અધ્યવસાયથી કિયા લાગે છે ? શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ક્યા વિષયમાં પરિગ્રહથી ક્રિયા થાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! સ્વામી ભાવ સબન્ધ અર્થાત આ વસ્તુ મારી છે, તેને માલિક છું. આવા પ્રકારના સબન્ધને કારણે જીમાં મૂછભાવ ઉત્પન્ન થાય છે. આ મૂછ ભાવ લેભના કારણે બધી વસ્તુઓમાં થઈ શકે છે. એ અભિપ્રાયને પ્રગટ કરવાને માટે કહેલ છે. કે હે ગૌતમ! બધા દ્રવ્યમાં અતિ લેભના કારણે પરિગ્રહને અધ્યવસાય થવાથી કિયા લાગે છે.
એવું સમુચ્ચય જીવના વિષયમાં કહેલું છે. એ જ પ્રકારે નિરન્તર નારકથી વૈમાનિક સુધી કહેવું જોઈએ, અર્થાત નારકને, અસુરકુમાર આદિ દશ પ્રકારના ભવન પતિને, પથ્વીકાયિક આદિ એકેન્દ્રિય દ્વાદ્રિનેત્રીન્દ્રિયેને ચતુરિદ્ધિને પચેન્દ્રિય તિર્યો . મનુષ્યને, વનવ્યન્તરને. જતિષ્કને અને વૈમાનિક આદિ દેવોને પણ બધી વસ્તુઓના વિષયમાં અત્યત લેભને કારણે પરિગ્રહને અધ્યવસાય થવાથી યથાગ્ય કિયા થાય છે.
એ કારણે બીજે પણ કહેલું છે. કે પ્રાણાતિપાત વ્રત સર્વજીવ વિષયક હોય છે.
મૃષાવાદ અને પરિગ્રહવત સર્વ વસ્તુ વિષયક હેય છે અને મિથુનવ્રત તેના એકદેશ વિષયક જ હોય છે. કહ્યું પણ છે. પ્રથમવત બધા નો સમ્બન્ધ રાખે છે. બીજા અને પાંચમાં વ્રતનો સમ્બન્ધ બધાં દ્રવ્યોની સાથે હોય છે. શેષ અર્થાત્ ત્રીજુ અને ચોથું વ્રત બધાં દ્રવ્યના એક ભાગની સાથે સમ્બન્ધીત સમજવું જોઈએ છે ૧ |
જેમ પ્રાણાતિપાતથી લઈને પરિગ્રહ સંબંધી અધ્યવસાયથી, કિયા લાગે છે એ જ પ્રકારે કોધરૂપ અધ્યવસાયથી, માનરૂપ અધ્યવસાયથી,માયા, લોભ પ્રેમ, દ્વેષ (દોષ) કલહ, અભ્યાખ્યાન અર્થાત મિથ્યાદિષારે પણ. પૈશુન્ય, (ચાડી કરવી) પર પરિવાદ, અરતિ-રતિ માયા મૃષા અને મિથ્યાદર્શન શલ્યથી પણ સમુચ્ચય જીવોને તથા નારક આદિ ચોવીસે દંડના જીવાને પ્રાણાતિપાત આદિ કિયા લાગે છે.
અહીં અભ્યાખ્યાનો અર્થ છે જેમાં દોષ ન હોય, તેમાં તેનું આરોપણ કરવું, જેમકે જે ચાર ન હોય તેને ચાર કહી દે. જે પરસ્ત્રી લંપટ ન હોય તેને પરસ્ત્રી લંપટ કહેવે વિગેરે. પેશન્યને અભિપ્રાય છે વિદ્યમાન અથવા અવિદ્યમાન દોષોને પરોક્ષમાં પ્રગટ કરવા. ઘણું લોકેની આગળ બીજાની નિન્દા કરવી તે પર પરિવાદ કહેવાય છે.
યદ્યપિ માયા અને મૃષા (અસત્ય)નો પૃથફ પૃથક્ ઉલ્લેખ કરેલો છે. પણ પાછો માયા પ્રયુક્ત મૃષાવાદ મહાન કર્મ બંધનું કારણ છે. તેથી જ તેનું પૃથક પૃથક રૂપથી ગ્રહણ કરેલ છે. એજ પ્રકારે અભ્યાખ્યાન પણ યદ્યપિ મૃષાવાદમાં સંમિલિન થઈ જાય છે. તથાપિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫