________________
એજ પ્રકારે સમુચ્ચય જીવની જેમ નિરન્તર નૈરયિકેથી લઈને અસુરકુમાર આદિ દશ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, દ્વી િત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિયો, પંચેન્દ્રિયતિર્ય, મનુષ્ય. વાવ્યન્તર, જયોતિષ્ક અને વૈમાનિકોને પણ સમસ્તદ્રવ્ય અને સમસ્ત પર્યાયના વિષયમાં મૃષાવાદ કરવાથી યથાયોગ્ય મૃષાવાદની ક્રિયા થાય છે.
હવે અદત્તાદાનને લઇને પ્રાણાતિપાત આદિ ક્રિયાઓની પ્રરૂપણ કરાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવનું શું અદત્તાદાનથી અર્થાત્ સ્વેચ્છાએ વિના આપેલા પદાર્થને ગ્રહણ કરવાથી અદત્તાદાન ક્રિયા થાય છે ?
શ્રીભગવાન-હે ગૌતમ હા અદત્ત વસ્તુને ગ્રહણ કરવાથી અદત્તાદાન વિગેરે કિયા થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કયા વિષયમાં અદત્તાદાનનું સેવન કરવાથી અદત્તાદાન કિયા લાગે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જે વસ્તુને ધારણ અને ગ્રહણ કરવાનો વ્યવહાર થાય છે. તે વસ્તુના વિષયમાં અદત્તાદાનથી ક્રિયા લાગે છે. જે વસ્તુઓમાં ગ્રહણ ધારણનો વ્યવહાર નથી થતું. તેમના વિષયમાં અદત્તાદાન ક્રિયા નથી થતી. એ જ પ્રકારે અર્થાત સમુચ્ચય જીવોની જેમ નારથી લઈને નિરન્તર અસુરકુમાર આદિ દશ ભવનપતિ પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, દ્વીન્દ્રિ, ત્રીન્દ્રિયે, ચતુરિન્દ્રિયે, પંચેન્દ્રિયે તિર્ય, મનુષ્યો વનવ્યક્ત રે. જયોતિકે વૈમાનિકાનું પણ ગ્રહણ એવમ્ ધારણ કરવા ચૅગ્ય વસ્તુઓના વિષયમાં અદત્તાદાન કરવાથી યથાયોગ્ય અદત્તાદાન ક્રિયા થાય છે, એમ સમજી લેવું જોઈએ.
હવે મૈથુન વિષયની અપેક્ષાએ ક્રિયાની પ્રરૂપણ કરવાને માટે કહે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન શું થુનના અધ્યવસાયથી જેને ક્રિયા લાગે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ, હા. લાગે છે-મૈથુનના અધ્યવસાયથી જીવોને મૈથુનની ક્રિયા થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન, કયા વિષયમાં જીવોને મૈથુન સંબંધી અધ્યવસાયથી ક્રિયા લાગે છે?
મૈથુન સબંધી અધ્યવસાય (એટલે) ચિત્ર, લેખ, કાષ્ટકર્મ આદિમાં રહેલાં રૂપોના વિષયમાં તથા રૂપ યુકત સ્ત્રી આદિના વિષયમાં થાય છે, એ અભિપ્રાયથી કહેવામાં આવે છે.
શ્રી ભગવાન-હે ગૌતમ. ચિત્રમાં રહેલા વિગેરે રૂપમાં તથા સૌધર્મ આદિથી સંપન્ન કામિની આદિ દ્રવ્ય રૂપ વિષયમાં જીવોને મૈથુન સંબંધી અધ્યવસાય થવાથી ક્રિયા લાગે છે. એજ પ્રકારે નારથી લઈને વૈમાનિકે સુધી અથ તુ નારકે અસુરકુમાર આદિ દશ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્ર, હીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય પંચેન્દ્રિ તિર્થ ચિ, મનુષ્ય, વાનવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિકોને પણ ચિત્રાદિગત રૂપ અને સૌન્દર્ય આદિ વિશિષ્ટ કામિની આદિ દ્રવ્યના વિષયમાં મૈથુનનો અધ્યવસાય થવાથી ક્રિયા થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫