________________
હવે એ બતાવાય છે કે પ્રાણાતિપાત ક્રિયા શામાં થાય છે?
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! પ્રાણાતિપાત કિયા શામાં થાય છે ? અથાત લાગે છે ? - શ્રી ભગવાન – ગતમ! છ જવનિકામાં અથાત પૃથ્વીકાય પાંચસ્થાવર કાર્યોમાં તથા છઠ્ઠા ત્રસકાયમાં પ્રાણાતિપાતના અધ્યવસાયથી થનારી પ્રાણાતિપાત કિયા જીવોને લાગે છે. કેમકે સજીવ પ્રાણિના વિષયમાં જ મારવાનો અધ્યવસાય થાય છે, અને મારવાને અધ્યવસાય ઉપન નથી થતો કદાચિત રજજુ આદીને સર્પ સમજીને મારવાને અધ્યવસાય ઉત્પન્ન થાય છે, પણ તે અધ્યવસાય સર્ષની બુદ્ધિથી જ પ્રવૃત્ત થાય છે, અતઃ તેથી પણ જીવ વિષયક જ સમજવું જોઈએ તે દોરડાને જે દેરડું જ સમજાય તો તેને મારવાનો અધ્યવસાય ઉત્પન્ન થતો નથી. એ કારણે ષજીવનિકાયના વિષયમાં જ પ્રાણાતિપાત ક્રિયા કહેલી છે.
હવે પ્રાણાતિપાત ક્રિયાને પૂર્વની જેમ નારક આદિ ચોવીસ દંડકોમાં પ્રતિપાદન કરવાને માટે કહે છે. - શ્રી ગૌતમસ્વામી–હે ભગવન-શું પ્રાણાતિપાતથી નારકને ક્રિયા લાગે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! જેમ સમુચ્ચય જીને પ્રાણાતિપાતના અધ્યવસાયથી પ્રાણાતિપાત કિયા લાગે છે, એ જ પ્રકારે નારકોને પણ પ્રાણાતિપાત કિયા લાગે છે. તાત્પર્ય એ છે કે સમુચ્ચય જીની સમાન નારકને પણ પત્ જીવનિકાય વિષયક પ્રાણાતિપાત કિયા થાય છે
એજ પ્રકારે અસુરકુમાર આદિ દશ પ્રકારના ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિ, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિ, ચતુરિન્દ્રિ, પચેન્દ્રિયતિ , મનુષ્ય વાતવ્યન્તરે જાતિકો અને વૈમાનિકને પણ નિરંતર ષટૂ જીવનિકાયના વિષયમાં પ્રાણાતિપાતના અધ્યવસાયથી પ્રાણાતિપાત કિયા લાગે છે. એમ સમજવું જોઈએ.
જે પ્રકારે પ્રાણાતિપાત કિયા થાય છે, અને જેમને પ્રાણાતિપાત થાય છે. તે પ્રતિપાદન કરીને હવે મૃષાવાદ આદિ અઢાર સ્થાનોને લઈને પ્રાણાતિપાત કિયાની પ્રરૂપણાને માટે કહે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન શું જીવોને મૃષાવાદથી અર્થાત્ સત્વનો અપલાપ કરવાથી અને અસતનું ઉદ્દભાવન કરવાથી પ્રાણાતિપાત કિયા થાય છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! સત્ય છે. જેને મૃષાવાદથી પણ પ્રાણાતિપાત કિયા થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! કયા વિષયમાં મૃષાવાદ કરવાથી પ્રાણાતિપાતકિયા થાય છે?
સત્ ને અપલાપ અને અસતનું પ્રરૂપણ લેાકની સમસ્ત વસ્તુઓ ના વિષયમાં થઈ શકે છે. એ અભિપ્રાયથી ભગવાન કહે છે હે ગૌતમ! બધાં દ્રશ્યમાં મૃષાવાદ કરવાથી મૃષાવાદની કિયા લાગે છે. અહીં દ્રવ્ય કહેવાથી ઉપલક્ષણથી બધા પર્યાનું પણ ગ્રહણ થાય છે. તેથી જ આશય એ થયો કે બધા દ્રશ્યો અને બધા પર્યાના વિષયમાં મૃષાવાદ કરવાથી પ્રાણાતિપાત ક્રિયા યથાયોગ્ય લાગે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫