________________
ક્રિયાથી સહિત હોય છે કે ક્રિયા રહિત હોય છે. ?
શ્રીભગવાન્ હે ગૌતમ! જીવ ક્રિયાયુક્ત પણ હોય છે અને ક્રિયાથી રહિત પણ હોય છે.
શ્રીગૌતમસ્વામી–એનું કારણ પૂછતાં કહે છે, હે ભગવન ! શા હેતુથી એવું કહ્યું છે કે જીવ ક્રિયાથી યુક્ત પણ હોય છે અને ક્રિયાથી રહિત પણ હોય છે?
શ્રીભગવન–હે ગૌતમ જીવ બે પ્રકારના હોય છે, તેઓ આ પ્રકારે છે, સંસાર સમાપનક અર્થાત્ સંસારી અને અસંસાર સમાપન અર્થાત મુક્ત, જે અસંસાર સમાપન્નક જીવ છે, તે સિદ્ધ છે. કેમકે તે જન્મ મરણના ચક્રથી યુક્ત હોય છે. સિદ્ધજીવ કિયાથી રહિત હોય છે.
જે સંસાર સમાપનક છે અર્થાત સિદ્ધ નથી થયેલા, તેઓ પણ બે પ્રકારના છે, જેમકે શેલેશી પ્રતિપન્ન અને અૌલેશી પ્રતિપન્ન. તેઓમાં જે જીવ શેલેશી પ્રતિપન્ન છે, અર્થાત ચદમાં ગુણ સ્થાનમાં પહોંચીને, અયોગી અવસ્થાને પ્રાપ્ત થયેલ છે, તેઓ અક્સિ હોય છે. તેમને કેઈપણ કિયા નથી હોતી. પણ જે શૈલેશપ્રતિપન્ન નથી, તેઓ ક્રિયા યુક્ત હોય છે.
તૈત્પર્ય એ છે કે શૈલેશી કરણને જે જીવ પ્રાપ્ત કરી લે છે તેઓ સૂક્ષ્મ અને બાદર કાગ, વચનગ અને મનોવેગ નો નિરોધ કરી ચૂકેલા છે તેથી તેઓ અકિય હોય છે. જે જીવ શૈલેશી કરણને પ્રાપ્ત નથી તેઓ વેગ સહિત હોવાનાં કારણે કિયાયુક્ત હોય છે. આ કથનને ઉપસંહાર કરાય, છે હે ગૌતમ! આ હેતુથી કહેલું છે કે કઈ કઈ જીવ સક્રિય હોય છે અને કઈ કઈ અકિય હોય છે.
કયા જીવ કિયા રહિત અને ક્યા જીવ ક્રિયા સહિત હોય છે, એ પ્રરૂપણ કર્યા પછી હવે એ કહે છે કે પ્રાણાતિપાત ક્રિયા ક્યા પ્રકારે થાય છે અને કયા પ્રકારે નથી થતી ?
_શ્રીગૌતમસ્વામી–હે ભગવન શું પ્રાણાતિપાત કરવાના અધ્યવસાયથી જીવોને પ્રાણાતિપાતકિયા થાય છે ?
અહીં કિયાએ પદથી એગ્ય હેવાના કારણે તથા પ્રસ્તુત હેવાને કારણે પ્રાણાતિપાત કિયા અર્થ સમજે જોઈએ તેથીજ અહી આજુ સૂત્ર નયના અભિપ્રાયથી પ્રશ્ન જાણવા જોઈએ, કેમકે અજુ સૂત્ર નયની અપેક્ષા એ હિંસાની પરિણતિના કાળમાં જ પ્રાણાતિપાત કિયા કહેવાય છે.
પુણ્ય કર્મોનું ઉપાદાન અથવસાયના અનુસાર જ થાય છે જયારે હિંસા રૂપ પરિણતિ ન હોય તે પ્રાણાતિપાત ક્રિયા થાય પણ છે અગર નથી પણ થતી.
તેથી ભગવાને પણ જુ સૂત્ર નયની અપેક્ષાથી જ ઉત્તર આપે છે કે, હા ગૌતમ! થાય છે. અર્થાત પ્રાણાતિપાતને અધ્યવસાયથી જીવોને પ્રાણાતિપાતક્રિયા થાય છે.
કહ્યું પણ છે-નિશ્ચય નયનું અવલંબન કરનારાઓના અભિપ્રાયથી પરિણામ જ પ્રમાણ છે. આવશ્યકમાં પણ કહ્યું છે-નિશ્ચયથી આભા જ અહિંસા છે અને આત્માજ હિંસા છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫