________________
બહુવચનની અપેક્ષાથી બે ભંગ થાય છે. એ જ પ્રકારે એકવિ બન્ધક પદનો પ્રક્ષેપ કરવાથી પણ બે ભંગ થાય છે.
જ્યારે આ બને ને (ષટ્રવિધ બન્ધને અને એકવિધ બન્ધનો) એક સાથે મેળાપ કરાય છે. તે પહેલાની માફક બીજા ચાર ભંગ થઈ જાય છે. એ પ્રકારે બધાને મેળવી દેવાથી નવ ભંગ થઈ જાય છે. એ કેન્દ્રિય અને મનુષ્ય સિવાય નૈરયિકે વિગેરેમાં ત્રણ ભંગ થાય છે, કેમ કે આઠના બંધક ક્યારેક-ક્યારેક થાય છે. તેથી જ તેઓ ક્યારેક એક અને કયારેક ઘણ મળી આવે છે.
એકેન્દ્રિયમાં કોઈ વિકલ્પ નથી થતા અર્થાત્ એકેન્દ્રિય જીવ સાતના અને આઠના બન્યક સદેવ ઘણી સંખ્યામાં હોય છે, તેથી જ તેમાં પ્રથમ ભંગ જ ઘટે છે.
મનુષ્યમાં સત્યાવીસ ભંગ થાય છે, એ અભિપ્રાયથી આગળ કહે છે-એકેન્દ્રિ અને મનુષ્ય સિવાય શેષનારકે આદિમાં ત્રણ ભંગ કહેવા જોઈએ, અર્થાત નારક અસુર કુમાર, આદિ ભવનપતિ, વિકલેન્દ્રિયે, પંચેન્દ્રિયતિય, વાન વ્યતર, જોતિષ્ક અને વૈમાનિકના વિષયમાં ત્રણ ભંગ સમજવા જોઈએ. એકેન્દ્રિમાં ઘણા સાતના ઘણા આઠના બઘક જ બને છે. તેથી પ્રથમભંગ જ મળી આવે છે.
મનના વિષયમાં કેટલા ભંગ થાય છે? એ પ્રકારને પ્રશ્ન થતાં સત્યાવીસ ભંગેનું પ્રતિપાદન કરવાને માટે કહે છે
શ્રીભગવાન–હે ગૌતમ! (૧) બધા મનુષ્યજ્ઞાનાવરણીય કર્મનું વદન કરતાં સાતના બંધક બને છે, કેમકે-મનુષ્યમાં આઠના બક, છના બંધક, અને એકના બંધક કયારેક હોય છે, કયારેક નથી હોતા, તેમજ કયારેક એક અને કયારેક અનેક હોય છે, તેથી જ જ્યારે તેમને અભાવ થાય છે, ત્યારે સાતના બન્ધક. આ પ્રથમ વિકલ્પ થાય છે.
(૨) અથવા ઘણું મનુષ્ય સાત પ્રકૃતિના બધક બને છે અને એક આઠના બન્ધક થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૮૬