________________
હવે બાવીસમાં પદમાં નારક આદિ વિભિન્ન પર્યાને પ્રાપ્ત ની પ્રાણાતિપાત આદિ કિયાઓની પ્રરૂણ કરાય છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! ક્રિયાઓ અર્થાત કર્મબન્ધના કારણ ભૂત જીવને વ્યાપાર કેટલા પ્રકારની કહી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! પાંચ ક્રિયાઓ કહેલી છે, તે આ પ્રકારે છે (૧) કાયિકી(૨) અધિકારીણિકી (૩) પ્રાષિકી (૪) પારિતાપનિકી (૫) પ્રાણાતિપાતિકી ક્રિયા
જે ઉપસ્થિત થાય છે અથવા જેમાં (હાડકાંવિગેરેમાં) ઉપચિત વધારો થાય છે, તે કાય અર્થાત્ શરીર, કાયથી ઉત્પન્ન થનારી ક્રિયા કાયિકી ક્રિયા કહેવાય છે. જેના કારણે અત્મા નરકઆદિમાં અધિકૃત થાય, તેને અધિકરણ કહે છે. અધિકરણ અનુષ્ઠાન પણ કહેવાય છે અને ચક અગર ખડ્રગ આદિ પણ કહેવાય છે, જે હિંસાના કારણ હોય છે. અધિકરણથી થનારી ક્રિયા આધિકાણિકી ક્રિયા છે. પ્રદ્વેષનો અર્થ છે મત્સર અગર જીવનું તે અશુભ પરિણામ જે કર્મબન્ધનું કારણ છે. તે પ્રષથી ઉત્પન્ન થનારી ક્રિયા ને પ્રા ટ્રેષિકી ક્રિયા કહે છે. પરિતાપને અર્થ છે પીડન. કેઈને પીડા પહોંચાડવાથી થનારી કિયા પારિતાપનિકી કિયા કહેવાય છે. ઇન્દ્રિય આદિપ્રાણ કહેવાય છે. તેનો વિનાશ કરે પ્રાણાતિપાતિકી ક્રિયા છે અથવા પ્રાણાતિપાત વિષયક ક્રિયા ને પ્રાણાતિપાતિકી ક્રિયા કહેવાય છે.
શ્રી ગૌતમસ્વામી-ભગવદ્ ! કાયિકી ક્રિયા કેટલા પ્રકારની છે ?
શ્રીભગવાન-હે ગૌતમ! કાયિકાકિયાના ભેદ છે, તે આ પ્રકારે છે–અનુપરતકાયિકી અને દુપ્રયુકતકાયિકી. જે જીવ સાવદ્ય વ્યાપારથી એકદેશથી અથવા પૂર્ણરૂપથી વિરત નથી થયેલ તેની કાયિકી ક્રિયાને અનુપરત કાયિકી ક્રિયા કહે છે. આ ક્રિયા પ્રત્યેક અવિરત જીવમાં મળી આવે છે, કિન્તુ દેશવિરત અને સર્વવિરત જીવને નથી લાગતી. જે પિતાની કાયા આદિને અપ્રશસ્ત વ્યાપારમાં પ્રવૃત્ત કરે છે. તેને દુષ્પયુક્ત કહે છે. તેની કાયિક ચેષ્ટા દુપ્રયુકત કાયિકી ક્રિયા કહેવાય છે, આ ક્રિયા પ્રમત્તસંવતને પણ હોય છે. કેમકે પ્રમાદથી યુકત હોવાની સ્થિતિમાં કાયાનો પ્રયોગ થઈ શકે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! આધિકરણિકી કિયા કેટલા પ્રકારની કહી છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ! આધિકારણિકી ક્રિયાના બે ભેદ છે. સંજનાધિકરણિકી અને નિર્વતનાધિકારણિકી પહેલેથી બનાવેલા શસ્ત્રાસ્ત્ર વિષઆદિના અંગોને અવયવોમાં જોડવું જનાધિકરણ છે. સંસારનું કારણ હોવાથી એવી કિયા સંજનાધિકરણિકી કિયા કહેવાય છે.
તલવાર ભાલા, શકિત, તેમર, ખગ્ન આદિ હિંસાના સાધનને નવી રીતે બનાવવા તે નિવર્તનાધિકરણિ ક્રિયા છે. અથવા પાંચ પ્રકારના શરીરનું બનાવવું પણ નિર્વર્તાનાધિકરણિકી ક્રિયા છે. કેમકે દુષ્પયુકત શરીર પણ સંસાર વૃદ્ધિનું કારણ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫