________________
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન પ્રાષિકી કિયાના કેટલા ભેદ છે?
શ્રીભગવાન-હે ગૌતમ! પ્રાષિકી કિયા ત્રણ પ્રકારની છે, કેમકે જીવ પોતાના પ્રત્યે બીજાના પ્રત્યે અને સ્વ-પર બનેની પ્રતિ અશુભ કલુષિત મનને ધારણ કરે છે, એ જ પ્રકારે વિષય ત્રણ પ્રકારના હોવાથી પ્રાષિકાકિયા પણ ત્રણ પ્રકારની કહેલી છે. જેમ કેઈ પુરૂષ પ્રયોજનથી રવયં કેઈ કાર્ય કરે છે. પરંતુ તેનું પરિણામ સારૂં નથી આવતું ત્યારે તે મેહ કે અજ્ઞાનના કારણે પિતાનાજ ઉપર કલુષિત મનને ધારણ કરે છે એજ પ્રકારે કોઈ બીજા ઉપર, કે એવું કાર્ય કરવાથી. જેનું પરિણામ છેવટે દારૂણ સિદ્ધથાય, કલુષિત મન ધારણ કરે છે. એ જ પ્રકારે કઈ પોતાના ઊપર અને બીજાના ઊપર પણ કલુષિત મન ધારણ કરે છે. એ કારણે એ કિયાના ત્રણ ભેદ થઈ જાય છે. આ પ્રાષિકી ક્રિયાનું સ્વરૂપ અને તેના ભેદનું કથન થયું
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! પારિતાપનિકી કિયાના કેટલા ભેદ કહેલા છે ?
શ્રી ભગવાન-હેગૌતમ! પારિતાપનિકી ક્રિયા ત્રણ પ્રકારની કહી છે. જેમકે, જેના દ્વારા જીવ પિતે પિતાની જાતને અસતાવેદના ઉત્પન કરે છે, બીજાને અસાતવેદના ઉત્પન્ન કરે છે, અને પર બન્નેને અસાતાદના ઉત્પન્ન કરે છે એ પ્રકારે પારિતાપનિકી કિયા ત્રણ પ્રકારની છે.
કઈ પુરૂષ કેઈ કારણથી પિતાનેજ દુઃખરૂપ વેદના ઉત્પન્ન કરે છે. કેઈ, કોઈ બીજા નેજ અસાતવેદના ઉત્પન્ન કરે છે. અને ત્રીજે કઈ પિતાને અને બીજાને પણ અસાતા. રૂ૫ વેદનાને જનક થાય છે. આ બધી પારિતાપનિકી ક્રિયા કહેવાય છે.
શંકા-જે પોતાને અસાતા ઉત્પન્નકરવી તે પારિતાપનિકી ક્રિયા છે તો મુનિને કેશલુંચન તથા તપસ્યા આદિ ન કરવા જોઈએ. કેમકે તેનાથી પણ અસાતાની ઉત્પત્તિ થાય છે.
સમાધાન-જેમ શલ્ય વિચિકિત્સાથી અસાતા ઉત્પન્ન થાય છે, પણ પરિણામમાં હિતકારિ હોવાથી તે અગ્રાહ્ય નથી.
એ પ્રકારે કેશલુંચન આદિ અને તપશ્ચરણ આદિ ક્રિયાઓ પરિણામમાં હિતાવહ હોવાથી વસ્તુતઃ અસાતવેદનાનું કારણ નથી. હા! અસાધ્ય તપના અનુષ્ઠાનને ભગવાને નિષેધ કરે જ છે.
કહ્યું પણ છે તેજ તપ કરવું જોઈએ કે જેથી મનમાં અપ્રશસ્ત વિચાર ઉત્પન્ન ન થાય જેનાથી ઈન્દ્રિયની હાનિ ન થાય અને ત્યાગની હીનતા ન થાય તેવા
બીજે પણ કહ્યું –ઉત્તમોત્તમ ઘણા પ્રકારના રસોથી શરીરનું લાલન પાલન ન કરવું જોઈએ જિનેન્દ્ર ભગવાને એવું આચરણ કર્યું છે કે જેનાથી મન અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કુમાગમાં ન જાય ?
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! પ્રાણાતિપાત કિયા કેટલા પ્રકારની કહી છે?
શ્રીભગવાનૂ-હે ગૌતમ! પ્રાણાતિપાત ક્રિયા ત્રણ પ્રકારની કહેલી છે, તે આ પ્રકારે પોતે પિતાની જાતને જીવન રહિત કરો. બીજાને જીવન રહિત કરે તથા પિતાને તેમજ અન્ય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫