________________
શ્રીભગવાન–હે ગૌતમ! મારાન્તિક સમુદૂઘાતથી સમવહત નારક જીવના તેજસ શરીરની અવગાહના વિષ્કભ અને બાહલ્યની અપેક્ષાએ શરીર પ્રમાણ જેટલી હોય છે. આરામની અપેક્ષાથી જઘન્ય કાંઈક અધિક એક હજાર એજનની અને ઉત્કૃષ્ટ નીચેની તરફ સાતમી નરકભૂમિ સુધી તિસ્વયંભૂરમણ સમુદ્ર સુધી અને ઉપર પંડકવનમાં પુષ્કરિણી સુધીની હોય છે. તાત્પર્ય એ છે કે વલયમુખ આદિ ચાર પતિલકલશ એક લાખ યેજનાની અવગાહના વાળા છે તેમની ઠિકરી એક હજાર એજનની છે. તેમની નીચેના ત્રીજા ભાગ વાયુથી પરિપૂર્ણ છે, ઊપરની ત્રીજો ભાગ જળથી પરિપૂર્ણ છે અને વચલે ત્રીજો ભાગ વાયુ તથા જળના નિસરણ અને અપસરણને માર્ગ છે. જ્યારે કેઈ સીમાક આદિ નારકાવાસમાં વર્તમાન નારક જીવ પાતાલકલશના સમીપવત થઈને પિતાની આયુને ક્ષય થતાં નિકળે છે અને એક હજાર એજનની પાતાલકલશની ભીંતને ભેદીને પાતાલકલશની અંદર બીજા અગર ત્રીજી વિભાગમાં મના પર્યાયમાં ઉત્પન્ન થનાર થાય છે અને માર ણતિક સમુદ્રઘાત કરે છે. ત્યારે તે નારકની જઘન્ય કંઈક અધિક એક હજાર એજનની તેજસ શરીરની અવગાહના થાય છે.
જ્યારે સાતમી તમતમાં પૃથ્વીને નારક સ્વયંભૂરમણ સમુદ્રના પર્યન્ત ભાગમાં મત્સ્યના રૂપમાં ઉત્પન થનાર થાય છે અથવા પંડકવનમાં પુષ્કરિણીમાં માસ્યરૂપથી ઉત્પન્ન થનાર થાય છે, ત્યારે રસાતમી પૃથથી આરંભીને તિર્યફ યંભૂરમણ પર્યન્ત અને ઊપર પડ કવનની પુષ્કરિણી સુધી નારક જીવના તેજસશરીની અવગાહના જાણવી જોઈએ.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! મારણાન્તિક સમુદુઘાતથી સમવહત પંચેન્દ્રિય તિર્યંચના તૈજસશરીરની અવગાહના કેટલી મેટી કહેલી છે?
શ્રી સગવાન-હે ગૌતમ ! જેવી દ્વીન્દ્રિયના તે સારીરની અવગાહના કહી છે, એજ પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચના તૈજસશરીરની અવગાહના પણ સમજવી જોઇએ અર્થાત્ વિષ્કલ અને બાહલ્યની અપેક્ષાએ શરીર પ્રમાણ છે, લંબાઈની અપેક્ષાએ જઘન્ય અંગુલનો અસં
ખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ તિર્યફલકથી અલેક સુધી અગર ઊર્વિલેક સુધીની અવગહના કહેલી છે, કેમ કે પંચેન્દ્રિય તિર્યંચના ઉત્પાદ એકેન્દ્રિયના સમાન નથી હોતા.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! મારણતિક સમુદ્રઘાતથી સમવહત મનુષ્યના તૈજસશરીરની અવગાહના કેટલી મેટી કહેલી છે?
શ્રીભગવાન -હે ગૌતમ ! ઉત્કૃષ્ટ સમય ક્ષેત્ર અર્થાત્ મનુષ્ય ક્ષેત્રથી અલોક અગર ઊર્થલેકના અન્ત સુધી મનુષ્યના તેજસશરીરની અવગાહના જાણવી જોઈએ કેમ કે મનુ
ને પણ એકેન્દ્રિયના રૂપમાં ઉત્પાદ સર્વત્ર છે. અહીં સમયક્ષેત્રનું ગ્રહણ કરવાથી સમય શ્રેત્રથી અન્યત્ર-મનુષ્યને જન્મ અથવા સંહરણ સંભવિત નથી.
તેથી એનાથી અધિક અવગાહના નથી હૈઈ શકતી, એ સૂચિત કરેલું છે. સમય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૭૭